Gujarat Vidhansabha: ગૃહમાં ગુંજ્યો 'નકલી કાંડ'નો મુદ્દો, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, સરકારે શું આપ્યા જવાબ ?
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા

Gujarat Budget Session News: ગુજરાત વિધાનસભામાં અત્યારે સત્ર ચાલી રહ્યું છે, એક મહિનાના આ શિયાળુ સત્રમાં હાલ સરકાર અનેક પ્રશ્નોના જવાબો આપી રહી છે, ત્યારે આજે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફરી એકવાર સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડના મુદ્દાને ઉછાળ્યો હતો, આ મુદ્દા બાદ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો વળી, આજના દિવસ માટે કોંગ્રેસે ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ છે.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને જવાબો માંગ્યા હતા, જેમાં આજે વિધાનસભા ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ આજના દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પણ કરાઇ હતી, જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર જોરશોરથી નકલી કચેરીકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. આજે કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. આ પછી કોંગ્રેસેના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.
આજે વિધાનસભા ગૃહમાં હોબાળાની સ્થિતિ જોવા મળી હતી, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ સામ-સામે નારા લગાવ્યા હતા. એકબીજુ ેનકલીકાંડ બંધ કરોના કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા તો, સામે ભાજપે પણ નારા લગાવીને વિરોધ કર્યો હતો.
આ તમામ મુદ્દો છોટાઉદેપુરમાં સામે આવેલી નકલી કચેરીનો હતો. આ મામલે સરાકરે જવાબ આપ્યો કે, જે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતા જ કાર્યવાહી કરાઇ, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાઈ. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે. આદિજાતિ વિભાગે 21 કરોડની રકમ નકલી કચેરીઓને ફાળવી હતી, 2016-17થી નકલી કચેરી ચાલતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. સરકારના જવાબ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. તેમને નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરીના નારા લગાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
