શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારના કયા મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? સંપર્કમાં આવેલા લોકોને શું કહ્યું?
વિભાવરીબેને પ્રાથમિક લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રી વિભાવરીબેન દવે યુએન મહેતા હોસ્પિટલમા દાખલ થયા છે. વિભાવરીબેને ટ્વિટ કરી જાણકારી આપી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે, ત્યારે ભાજપના વધુ એક નેતા અને મંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોનાં સંક્રમિત થયા છે.
વિભાવરીબેને પ્રાથમિક લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રી વિભાવરીબેન દવે યુએન મહેતા હોસ્પિટલમા દાખલ થયા છે. વિભાવરીબેને ટ્વિટ કરી જાણકારી આપી છે અને જણાવ્યું છે કે, આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદ થી હાલ મારી તબિયત સ્વસ્થ છે.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રીઓની વાત કરીએ તો જયેશ રાદડિયા, રમણ પાટકર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આમ, ગુજરાતમાં ચોથા મંત્રી કોરોનાની ચપેટમાં આવ્યા છે.આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદ થી હાલ મારી તબિયત સ્વસ્થ છે. વિભાવરી દવે
— Vibhavari Dave (MOS) (@vibhavaridave) November 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion