મોટા સમાચાર : ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ, જાણો વિગત
Natural farming course : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે રાજભવન ખાતે મળેલી નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
GANDHINAGAR : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ, યુનિવર્સિટીના કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ 6 યુનિવર્સિટીઓમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ સરદાર કૃષિનગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી એમ કુલ 6 યુનિવર્સિટીઓમાં 'પ્રાકૃતિક ખેતી' સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે રાજભવન ખાતે મળેલી નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. એટલે કે હવે આવનારા થોડાકે જ સમયમાં અથવા નવા શૈક્ષણિક સત્રથી આ નવા અભ્યાસક્રમો શરૂ થઇ શકે છે.
બી.એસ.સી. (એગ્રીકલ્ચર) અને એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિનો કોર્સ
ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ પણ શરૂ કરી શકાશે. ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે.
प्राकृतिक कृषि एक विषय के तौर पर विश्वविद्यालयों में पढ़ाया जाए इसके लिए प्राकृतिक कृषि के पाठ्यक्रम को तैयार करना आवश्यक था। आज राजभवन में विशेषज्ञ समिति के सदस्यों एवं गुजरात के कृषि विश्वविद्यालयों के कुलपतियों की बैठक में प्राकृतिक कृषि के पाठ्यक्रम को निर्धारित किया गया। pic.twitter.com/VuGFELvyqk
— Acharya Devvrat (@ADevvrat) July 22, 2022
આ અભ્યાસક્રમની વિશેષતાઓ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને ભારે પરિશ્રમ કર્યો છે. આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક કિસાનોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ માટે તેમણે સમિતિના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI