શોધખોળ કરો

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી પંચની ટીમે રાજકીય પક્ષો સાથે યોજી બેઠક

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ  ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે.

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ  ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે. તેઓ ગુજરાતના રાજકીય પક્ષો, જિલ્લા કલેકટર અને પોલીસ વડા સાથે બેઠક કરશે.

ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં બે દિવસ ચૂંટણીની કામગીરી સંદર્ભે ચર્ચા અને આયોજન કરશે. આજે રાજકીય પક્ષો પાસેથી તેમના સૂચનો માંગવામાં આવ્યા. જ્યારે કલેકટર સાથેની બેઠકમાં ચૂંટણીની વ્યવસ્થા અને જિલ્લા પોલીસ વડા પાસે સુરક્ષા બાબતોને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપ પક્ષે કેન્દ્રીય ચૂંટણી પક્ષ સાથે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન પ્રક્રિયામાં સમય વધારવા ઉપરાંત નીચેના સૂચન કર્યા છે.

  • લેબર કમિશ્નર દ્વારા કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા સૂચન કર્યું
  • ૮૦ વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન માટે સૂચન
  • રોકડ રકમ, ચૂંટણી સામગ્રી, મુલ્યવાન સામગ્રી સહિતની બાબતોની જપ્તીને લઈ રજૂઆત કરવામાં આવી
  • નવી એસઓપી આવશે તેવી ચૂંટણી પંચે ખાતરી આપી
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવી એસઓપી આવશે તેવી ખાતરી આપી
  • ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ વિવિધ ૨૩ સૂચનો મુકાયા
  • સ્ટાર પ્રચારકોને લઈ ભાજપ તરફથી સૂચન 
  • સ્ટાર પ્રચારકોની નિર્ધારિત કરવામાં આવેલી ૪૦ સભ્યોની મર્યાદામાં ફેરફાર કરવા સૂચન
  • સ્ટાર પ્રચારકનો ખર્ચ રાજકીય પક્ષમાં ઉધારવા સૂચન 
  • સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારમાં ન ઉધારવા સૂચન
  • પ્રધાનમંત્રીની રેલી દરમિયાન થતા વિવિધ ખર્ચ રાજકીય પક્ષ ઉઠાવવા જોઈએ અને ઉમેદવારો પર ખર્ચ ન બાંધવા સૂચન
  • ખર્ચ નિરીક્ષક દ્વારા અયોગ્ય હેરાનગતી ટાળવા સૂચનાઓ આપવા રજૂઆત
  • અન્ય સ્ટાર પ્રચારકોમાં પ્રધાનમંત્રીને અપવાદ ગણાવ્યા છે, રાષ્ટ્રિય સુરભીમાં કારણે વિશિષ્ટ સુવિધા અને આયોજનો થાય છે. આ ખર્ચ તેમજ હેલીપેડ, બેરિકેડિંગ, રેસ્ટ રૂમનો ખર્ચ થતો હોય છે જેનો ખર્ચ રાજકીય પક્ષો પર ઉઠાવવો જોઈએ.

કોંગ્રેસ પક્ષે  પણ ચૂંટણી પંચ સાથેની બેઠક કરી 

કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી પહેલા થવી જોઈએ. ઈવીએમની ગણતરી બેલેટ પછી કરવા સૂચન કર્યું છે. મતદારોના નામ કમી થવા પર પણ સૂચન કર્યું છે. કોમ્યુનિટી અને સોસાયટીના નામ કમી થઈ જાય છે તેનું ધ્યાન રાખવામા આવે. ગેરરીતીઓ થતી અટકાવી જોઈએ. બે તબક્કામાં ચૂંટણી થાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી સાથે થવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
Embed widget