Amreli: ડે.કલેક્ટરની પતિ વિરુદ્ધ ફરિયાદ, ચારિત્ર્ય પર શંકા રાખી માનસિક ત્રાસ આપતો હોવાનો લગાવ્યો આરોપ
અમરેલીમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ફરજ બજાવતા મહિલા ડેપ્યૂટી કલેક્ટરે મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Amreli: અમરેલીમાં ડેપ્યૂટી કલેક્ટરે પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, મહિલા ડેપ્યૂટી કલેક્ટરે પોતાના પતિ સામેની ફરિયાદમાં પતિ ચારિત્ર્ય પર શંકા રાખીને ત્રાસ ગુજરાતો હતો, માનસિક રીતે હેરાન કરતો અને પૈસાની માંગતી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.
માહિતી પ્રમાણે, અમરેલીમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ફરજ બજાવતા મહિલા ડેપ્યૂટી કલેક્ટરે મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ ચારિત્ર પર શંકા રાખીને માનસિક ત્રાસ આપી, હેરાન પરેશાન કરતો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલીના ડેપ્યૂટી કલેક્ટર પૂજાબેન જોટાણીયા મૂળ જૂનાગઢના વતની છે, અને તેમને અમદાવાદના પરાગ સુથાર એટલે કે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેપ્યૂટી કલેક્ટરે ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના પતિએ છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા, એટલું જ નહીં પતિએ પોતાના બિઝનેસ અને દેવાની વાત છુપાવીને ડેપ્યૂટી કલેક્ટર સાથે લગ્ન કર્યા હતા.
Amreli: ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, ચાર દિવસમાં બીજી ઘટના
Leopard Attack in Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 16 દિવસમાં વન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.
ગઈકાલે અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. તેના પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે પાંચ માસના માસૂમનો શિકાર કર્યો હતો. જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં ત્રણ વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.