શોધખોળ કરો

Aravalli: શાળામાં શિક્ષકનો ગંદો ખેલ, સહકર્મી શિક્ષિકા પર દાનત બગાડી ને પછી આચર્યુ દુષ્કર્મ.....

રાજ્યમાં વધુ એક દુ્ષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષિકા પર શિક્ષકે દુ્ષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે

Aravalli: રાજ્યમાં વધુ એક દુ્ષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષિકા પર શિક્ષકે દુ્ષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી રૉડ આવેલી એક સરકારી સ્કૂલમાં આ દુ્ષ્કર્મની ઘટના ઘટી છે. અહીં સ્કૂલની જ એક શિક્ષકે પોતાની સહકર્મી શિક્ષિકા પર નજર બગાડી અને બાદમાં તેની સાથે દુ્ષ્કર્મ આચર્યુ હતુ, આ મહિલા શિક્ષક મૂળ વિજયનગર તાલુકના છે, તેમને આ ઘટના બાદ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં સહકર્મી શિક્ષક સામે દુ્ષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ કરી છે. ખાસ વાત છે કે, શૈક્ષણિક સંસ્થામાં આવી દુ્ષ્કર્મની ઘટના બાન્યા બાદ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગઇ છે.

ફરી બાળકીને પીંખવાનો પ્રયાસ, 69 વર્ષના વૃદ્ધે ઘરે ટીવી જોવા આવેલી 8 વર્ષીય બાળકીને પલંગ પર સુવડાવીને પછી....

સુરતમાં વધુ એકવાર નાના બાળકીને પીંખી નાંખવાનો પ્રસાય થયાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક વૃદ્ધે નાની બાળકીને અડપલાં કર્યા બાદ લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, આ ઘટના બાદ ડગાઇ ગયેલી બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, સુરતમાં લિંબાયત વિસ્તારમાં ગઇકાલે એક બળાત્કારના પ્રયાસની ઘટના ઘટી, આ ઘટનામાં લિંબાયતના 69 વર્ષીય એક વૃદ્ધે પોતાના ઘરમાં ટીવી જોવા આવેલી પાડોશીની નાની 8 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી, જ્યારે આ 8 વર્ષીય બાળકી ઘરે ટીવી જોવા આવી હતી તે સમયે તેને બાળકીને પલંગ પર સુવડાવી અને બાદમાં છેડતી કરી હતી. ખાસ વાત છે કે, બાળકીના મોટાભાઈની સામે જ તેની આ છેડતી કરવામાં આવી હતી, બાળકી સાથે છેડતી થતાં બાળકી અને તેનો ભાઈ ગભરાઈ ગયા હતા, અને બાદમાં બન્ને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચીને બન્નેએ પડોશી દત્તુ નામદેવની કરતૂત વિશે જણાવ્યું હતું, પોલીસને આ ઘટના અંગે દત્તુ નામદેવ વિરૂદ્ધ ફરિયાદ મળતાં જ પોલીસે તેની કરી ધરપકડ કરી લીધી હતી.

ટ્યુશનથી ઘરે જતી આઠ વર્ષની બાળકીને રિક્ષાચાલકે કહ્યુ- ‘ચાલ બેસી જા’, અવાવરુ જગ્યાએ લઇ જઇ કર્યા શારીરિક અડપલા

સુરતના રાંદેરમાં એક રિક્ષા ચાલકે આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇને તેની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં સંતનામ સર્કલ પાસે ચાલતા ટ્યુશનથી ઘરે આવતી આઠ વર્ષની વિદ્યાર્થીનીને રિક્ષા ચાલકે કહ્યુ હતું કે ‘ચાલ બેસી જા’. બાદમાં તેને ખેંચીને રિક્ષામાં બેસાડી હતી અને નજીકની સોસાયટીની અવાવરુ જગ્યા પર લઇ જઇ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલું જ નહી રિક્ષાચાલકે બાળકીને સોસાયટીમાંથી બહાર નીકળીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી. ગભરાઇ ગયેલી બાળકીએ ઘરે આવીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. જેને પગલે બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષા ચાલક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગઇકાલે જ ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના સુરતમાં બની હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget