Hit & Run: ભાભરના ખારા પાટીયા પાસે હિટ એન્ડ રનમાં ભાઈ-બહેનનું મોત, ઇકો ચાલકે 5 કિમી બાઇક ઢસડ્યું
Crime News: ઈકો કારે બાઈકને ટક્કર મારતાં બાઈક કારમાં ફસાયું હતું. બાઈક સવાર સહિત એક મહિલા મળી કુલ બે લોકોના મોત થયા હતા. એક ગંભીર ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા
Hit and Run News: ભાભરના ખારા પાટીયા પાસે હિટ એન્ડ રનની (hit and run incident near Khara Patiya) ઘટના બની છે. ઈકો કારે બાઈકને ટક્કર મારતાં (Eco car hits the bike) બાઈક કારમાં ફસાયું હતું. બાઈક સવાર સહિત એક મહિલા મળી કુલ બે લોકોના મોત થયા હતા. એક ગંભીર ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ઇકો કારના ચાલકે પાંચ કિલોમીટર સુધી બાઈકને ઢસેડ્યું (The driver of the eco car pushed the bike for five kilometres) હતું. મૃતક બંને ભાઈ-બહેન (victims are brother and sister) હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ અકસ્માતમાં એક ઝડપી કારે પાછળથી 36 વર્ષીય મહિલાને ટક્કર મારતાં મહિલાનું મોત થયું હતું. આ ઘટના નાશિકના ગંગાપુર રોડ પર બની હતી. આ ઘટના એટલી ખતરનાક હતી કે મહિલા હવામાં 15-20 મીટર સુધી કૂદી પડી હતી. મહિલાની ઓળખ વૈશાલી શિંદે તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહિલા હનુમાન નગરની રહેવાસી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.
BMW હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજેશ શાહને શિવસેનાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. મુંબઈ પોલીસે ગંભીર અકસ્માતના બે દિવસ બાદ (9 જુલાઈએ) ફરાર મિહિર શાહની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરોપીની માતા અને બહેનની પણ અટકાયત કરી છે. રવિવારે સાતમી જુલાઈએ વર્લીના ડૉ એની બેંસેડ રોડ પર BMW કારમાં સવાર મિહિરે એક સ્કૂટીને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ મિહિર ફરાર હતો. જોકે મુંબઈ પોલીસે તેને પકડવા માટે 14 ટીમ બનાવી હતી, ત્યારબાદ મંગળવારે તેને વિરારથી ઝડપી લેવાયો હતો. પોલીસે રાજેશ શાહ અને તેના ડ્રાઈવર રાજર્ષિ સિંહ બિદાવતની પણ ધરપકડ કરી હતી, જે દુર્ઘટના સમયે કથિત રીતે કારમાં હતો. જોકે બાદમાં મુંબઈની એક કોર્ટે રાજેશ શાહને જામીન આપી દીધા છે. હિટ એન્ડ રન કેસમાં મૃતકના પતિ પ્રદીપ નખવાએ આક્ષેપ કર્યો છે કે, આરોપી શિવસેનાના નેતાનો પુત્ર હોવાથી પાર્ટી કશું જ નહીં કરે. શિવસેના યુબીટીના નેતા અને સાંસદ સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે, વર્લી હિટ એન્ડ રન કેસમાં પહેલા જ દિવસથી આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે મિહિરની ધરપકડ બાદ કહ્યું હતું કે, આરોપીના પિતા શિવસેનાના એકનાથ શિંદે જૂથના પાલઘર એકમ સાથે જોડાયેલા હતા. સરકાર દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવીરહ્યો છે. આ મામલો કોઈ સામાન્ય કેસ નથી, આ પુણેમાં બનેલી ઘટના જેવો જ મામલો છે. પોલીસે અકસ્માત થયેલા સ્થળ નજીકનાં કેમેરા ચકાસતા સામે આવ્યું હતું કે, સફેદ રંગની એક BMW કાર ચાલક પૂર ઝડપે આવીને સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેવામાં અકસ્માત સમયે મહિલા સ્કૂટી પરથી કારના બોનેટ પર જઈને પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા 100 મીટર સુધી બોનેટ પર પડી રહી હતી.