શોધખોળ કરો

PM Modi US Visit: PM મોદીની અમેરિકા મુલાકાતથી ભારતને શું થશે ફાયદો, મહત્વના મુદ્દાથી સમજો

PM Modi US Visit: પીએમ મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતથી ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે. વિદેશ મંત્રાલયે આ મુલાકાતને વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય ગણાવ્યો છે.

PM Modi US Visit: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની 3 દિવસની મુલાકાત પૂર્ણ કરીને બુધવારે (12 ફેબ્રુઆરી) અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે. વોશિંગ્ટન પહોંચ્યા બાદ પીએમ મોદીએ  એક્સ પર પોસ્ટ કર્યું કે,  તેઓ થોડા સમય પહેલા વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. આ દરમિયાન હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળીશ. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે કામ કરીશ. આ માટે ખૂબ જ આતુર છું.

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ મુલાકાત વિશે માહિતી આપી અને તેને બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. મંત્રાલયે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી યુએસ કેબિનેટના સભ્યો અને ઉદ્યોગના અગ્રણી નેતાઓને પણ મળશે. જ્યારે પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે ત્યારે તેઓ નવા અમેરિકન રાષ્ટ્રપતિને મળનારા ત્રીજા વિશ્વના નેતા હશે. ટ્રમ્પના ઉદ્ઘાટનના માત્ર એક મહિનાની અંદર ભારત-અમેરિકાના ટોચના નેતાઓની બેઠક બંને દેશો વચ્ચેના વધતા સંબંધોનું મહત્વ દર્શાવે છે.

 પીએમ મોદીના અમેરિકા પ્રવાસના મુખ્ય મુદ્દાઓ

આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તક નથી, પરંતુ અમેરિકાના સ્થાનિક એજન્ડા અને વૈશ્વિક વેપારને અસર કરતા મુદ્દાઓ પર ચર્ચા કરવાની સુવર્ણ તક પણ પૂરી પાડશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે તે નીચે મુજબ છે.

વ્યક્તિગત તાલમેલ: મોદી-ટ્રમ્પ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો અંગત સંબંધ આ મુલાકાતની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બંને નેતાઓએ 2019 અને 2020માં એકબીજાના દેશોની મુલાકાત દરમિયાન ઊંડો સંબંધ સ્થાપિત કર્યો હતો. 2019માં હ્યુસ્ટનમાં યોજાયેલ "હાઉડી મોદી" કાર્યક્રમ અને 2020માં ટ્રમ્પની અમદાવાદ મુલાકાત આ સંબંધનો પુરાવો છે. બંને નેતાઓ મજબૂત નેતૃત્વ અને આર્થિક રાષ્ટ્રવાદ માટે જાણીતા છે. આ તેમની બેઠકને નવી દિશા આપી શકે છે. આ સિવાય બંને દેશોએ ચીન અને કટ્ટરપંથી ઈસ્લામને એક સામાન્ય ખતરા તરીકે જોયા છે, જે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકે છે.

ઇમિગ્રેશન અને દેશનિકાલ: એક સંવેદનશીલ મુદ્દો

આ મુલાકાત દરમિયાન ભારતીય ઇમિગ્રન્ટ્સ સંબંધિત મુદ્દાઓ પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે. યુ.એસ.એ તાજેતરમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા છે, અને 800 થી વધુને દેશનિકાલ કરવામાં આવે તેવી શક્યતા છે. ભારત સરકારે યુ.એસ.માં તેના નાગરિકો સાથે થતા દુર્વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરી છે અને યુએસ પાસેથી માનવીય વ્યવહારની અપેક્ષા રાખે છે. યુ.એસ.માં હાલમાં લગભગ 7.25 લાખ NRI રહે છે, જેમાંથી લગભગ 20,000 ને દેશનિકાલ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. મોદીની મુલાકાતથી ઇમિગ્રન્ટ્સ માટે કાનૂની માર્ગ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે જેથી ભારતીય નાગરિકો અભ્યાસ, કામ અને પર્યટન માટે અમેરિકા જઈ શકે.

ટેરિફ: વિવાદાસ્પદ મુદ્દો

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો પણ આ મુલાકાતનું મહત્વનું પાસું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર "ટેરિફ કિંગ" હોવાનો આરોપ લગાવ્યો છે અને બંને દેશો વચ્ચે ટ્રેડ ટેરિફને લઈને વિવાદ ઉભો થયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે એલ્યુમિનિયમ અને સ્ટીલ પર 25 ટકા ટેરિફ લાદી છે, જેની ભારતીય કંપનીઓ પર ભારે અસર પડી છે. ભારતીય કંપનીઓ અમેરિકન સ્ટીલ માર્કેટમાં પોતાના અસ્તિત્વને લઈને ચિંતિત છે. મોદી આ મુદ્દે વાતચીત કરવાનું વિચારી રહ્યા છે.

ભારતે તાજેતરમાં હાઇ-એન્ડ મોટરસાઇકલ અને ઇલેક્ટ્રીક બેટરી પરના ટેરિફમાં ઘટાડો કર્યો છે, જે બંને દેશો વચ્ચે વેપાર સોદા પર વાટાઘાટોનો માર્ગ મોકળો કરી શકે છે. વધુમાં, મોદી યુએસ રિપબ્લિકન રાજ્યોમાં ઉત્પાદિત માલ પરના ટેરિફમાં કાપ મૂકવાની શક્યતાનો પણ નિર્દેશ કરી શકે છે, જેમ કે બોરર્બોન અને પેકાન

સંરક્ષણ સહકાર: એક ઉભરતી ભાગીદારી

આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ પર પણ ચર્ચા થઈ શકે છે. બંને દેશો છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ સાધનોના વેપાર અને સહયોગને મજબૂત કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન નવા સંરક્ષણ સોદાની જાહેરાત થઈ શકે છે. વધુમાં, ભારતીય કંપનીઓ યુએસ એનર્જી સપ્લાય, ખાસ કરીને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની ખરીદી વધારવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ઉર્જા સહયોગ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે.

ચીન પર વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય

ભારત-અમેરિકાના સંબંધોની વિશેષતા એ છે કે, અમેરિકા ભારતને ન તો પરંપરાગત સાથી તરીકે જુએ છે અને ન તો કોઈ નોંધપાત્ર ખતરા તરીકે. તેનાથી વિપરિત, અમેરિકા દ્વારા ચીનને વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવે છે અને ભારત ચીન વિરુદ્ધ અમેરિકાની નીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વહીવટીતંત્ર ચીન પર કડક વલણ અપનાવવા માટે જાણીતું છે અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોમાં ભારતને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ અને સેનેટર રૂબિયો જેવા અગ્રણી નેતાઓએ યુએસ-ભારત સંરક્ષણ સહયોગ વધારવા માટે સમર્થન વ્યક્ત કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget