શોધખોળ કરો

કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસે 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા હતા સસ્પેન્ડ

રાજુલાની બેઠક પર અમરીશ ડેરને ભાજપ ઉમેદવાર બનાવશે. રાજુલાના MLA હીરા સોલંકીને લોકસભા વડાનાય તેવી ચર્ચા છે.

Gujarat Congress: કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા છે.

જોકે અમરીશ ડેર આજે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે. અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. કૉંગ્રેસના અમરીશ ડેરે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ડેર  કેસરિયો ધારણ કરશે. રાજુલાની બેઠક પર અમરીશ ડેરને ભાજપ ઉમેદવાર બનાવશે. રાજુલાના MLA હીરા સોલંકીને લોકસભા વડાનાય તેવી ચર્ચા છે. હીરાભાઈ સોલંકી સાંજ સુધીમાં ગાંધીનગર  પહોંચશે. માયાભાઈ આહીરની હાજરીમાં ડેર-પાટીલની મુલાકાત થઈ હતી. આહિર સમાજના મોટા રાજનેતા છે અમરીશ ડેર.

ઉલ્લેખનીય છે કે, અંબરીશ ડેરની આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત થઇ ગઇ હતી, જે પછી રાજીનામાની આ તમામ અટકળો અને વાતો વહેતી થઇ હતી. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાઈ એવી શક્યતા છે.

સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ નેતા અંબરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે અંબરીશ કેસરિયો ખેસ ધારણ કરશે. સુત્રો અનુસાર, અમરેલીના ધારાસભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અમરેલીના ધારાસભ્યો સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે. ખાસ વાત છે કે, રાજુલા બેઠકથી અંબરીશ ડેર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જોકે, બીજીબાજુ રાજુલાથી હીરાભાઈ સોલંકી રાજીનામું આપી શકે છે અને હીરાભાઈ સોલંકી ભાવનગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

સુત્રો અનુસાર, કોંગ્રેસના મોટા નેતા અંબરીશ ડેર આજે પાર્ટી છોડી શકે છે, આજે અંબરીશ ડેર પ્રદેશ કૉંગ્રેસને મોકલી આપશે રાજીનામું. આજે જ ભાજપના અમરેલીના MLA સાથે પાટીલની મુલાકાત થઇ હતી અને બાદમાં અમરેલીના તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપનું તેડુ આવ્યુ હતુ. આજે સાંજ સુધીમાં અમરેલીના તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે. અંબરીશ ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારે મોટી ભૂમિકા ભજવી છે. અંબરીશ ડેરના સમર્થકો તેમને ભાજપમાં જોડવવા ઈચ્છી રહ્યાં છે. અમરીશ ડેરનો પરિવાર હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલો છે. અગાઉ પણ અંબરીશ ડેરને ભાજપમાં જોડાવવા અનેક પ્રયાસો ચૂક્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
Embed widget