શોધખોળ કરો

Crime: પોરબંદરમાંથી લક્ઝરી બસમાં ચાલતુ હરતું-ફરતું જુગારધામ ઝડપાયુ, LCBએ 9 શકુનીને પકડ્યા, 11 લાખનો મુદ્દામાલ જપ્ત

Crime News: રાજ્યમાં જુગારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પોરબંદર એલસીબીએ ખાનગી બસમાંથી જુગારધામને પકડી પડ્યુ છે

Porbandar Crime News: રાજ્યમાં જુગારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હૉટલો અને રૂમો ભાડે રાખીને જુગાર રમાડતા કિસ્સા તો ધ્યાને આવ્યા છે, પરંતુ હવે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર એલસીબીએ ખાનગી બસમાંથી જુગારધામને પકડી પડ્યુ છે. ધોરાજીથી પોરબંદર આવતી ખાનગી બસમાં ચાલી રહેલા જુગારધામને એલસીબીએ પકડી પાડ્યુ છે, જેમાં બસ માલિક અને ડ્રાઇવર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 11 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં એક નવી તરકીબનું જુગારધામ ઝડપાયુ છે. માહિતી પ્રમાણે, પોરબંદરમાં એલસીબીએ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ધોરાજીથી પોરબંદર આવતી ખાનગી લક્ઝરીમાં એલસીબીએ બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પાછળની સીટો કાઢીને મોટાપાયે જુગારધામ ચલાવાઇ રહ્યું હતુ. આ સમગ્ર કૌભાડનો પર્દાફાશ ધોરાજી પોરબંદરની વચ્ચે સોમવારે ભોદ ગામના રૉડ પરથી થયો હતો, અહીં હરતા-ફરતા જુગારની મોજ ખાનગી બસમાં કરાવાઇ રહી હતી.  

આ ઘટનામાં ખાનગી લક્ઝરી બસ નંબર GJ-15-Z-8236 માં પાછળની સીટો કાઢીને જુગાર રમાડાઇ રહ્યો હતો, આ જુગાર બસ માલિક ધોરાજીના મોટીમરદ ગામના ભરત ભોપા રકસીય અને અલ્પેશ મગનલાલ વાછાણી છે. બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડતા કુલ 9 આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને ગંજીપતાના પાના નંગ-52 તથા રોકડા 2.14,4૦૦ રૂપિયા, તથા બસની કિંમત 9,૦૦,૦૦૦ રૂપિયા મળી કુલ 11,14,4૦૦ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યા હતા. હાલમાં આ ઘટના અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’

બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ

IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!

lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?

ABP Premium

વિડિઓઝ

Gujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાતDileep Sanghani : સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં આગને લઈ મોટો ધડાકોGroundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાનRahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા

Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો

Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર

Embed widget