![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navsari: લિવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમી યુગલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર
નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક આવેલા આંતલિયા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંતલિયા ગામમાં આવેલા શિવ શક્તિ નગરમાં પ્રેમી યુગલોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.
![Navsari: લિવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમી યુગલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર Dead bodies of a young man and a woman living in a live-in relationship were found Navsari: લિવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમી યુગલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/23/b0f3ea122e17b7a36e27e5aeff60a4dc1687544883350397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક આવેલા આંતલિયા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંતલિયા ગામમાં આવેલા શિવ શક્તિ નગરમાં પ્રેમી યુગલોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. લિવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમી યુગલોની શંકાસ્પદ હાલતમાં મૃત્યુદેહ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. 16 વર્ષની છોકરી અને 28 વર્ષીય યુવકના મૃતદેહ ઘરે લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. પાડોશીએ બંનેના મૃતદેહ જોતા સરપંચને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ બીલીમોરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીલીમોરા પોલીસે યુવક અને યુવતીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે અને આગળની તપાસ શરુ કરી છે.
પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ
મોરબી: શહેરમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમલગ્ન કરનાર યુવતીએ યુવાન સાથે રહેવાની ના પાડતા યુવાનને લાગી આવ્યું હતું. ત્યાર આ આ યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવક અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવકની ઉંમર 27 વર્ષની હતી અને તેનું નામ રાહુલ કિશોરભાઈ સોલંકી હતું. યુવક મોરબીના વાવડી રોડ પર ઓમ શાંતિ પાર્કમાં રહેતા હતો.
રાહુલ દસ્તાવેજી કામ કરતો હોવાથી પ્રાથમિક માહિતી મળી છે. યુવતી સાથે પ્રેમસબંધ બંધાયા હતા અને ચોરી છુપે કોર્ટમાં મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ યુવતી તેના માવતરે રહેતી હતી. ૨૨ જુનાના રોજ બંને કોર્ટ કામ્પાઉંન્ડમાં ભેગા થયા હતા. ત્યારે યુવતીએ રાહુલને તેની સાથે રહેવાની ના પાડી હતી. જેથી રાહુલને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી સુસાઈડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદની આ સ્કૂલની શિક્ષિકા પર લાગ્યો વિદ્યાર્થીઓને ધર્માતરણના પાઠ ભણાવવાનો આરોપ
દાહોદ: શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલમાં ધોરણ 7ના ક્લાસમાં કવિતાના પાઠ સાથે શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માંતરણના પણ પાઠ ભણાવાતા હોવાની વાત સામે આવતા વિવાદ થયો છે. ક્લાસમાં શિક્ષિકા દ્વારા બોલાયેલી વાતો વિદ્યાર્થીએ વાલીને વર્ણવતા આ બાબત સામે આવી હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ મામલે શાળાના આચાર્ય સાથે શિક્ષણાધિકારીની કચેરીએ પણ આવેદન આપીને શિક્ષિકાને કાઢી મુકવાની માગણી કરી છે.
દાહોદ શહેરની સ્ટીફન્સ સ્કૂલની શિક્ષકા દ્વારા બાળકોને ભણાવવાના સ્થાને ધર્મ ધર્માંતરણના પાઠ ભણાવતા હોવાની ફરિયાદો બાળકોના વાલિયો દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હોદ્દેદારોને કરવામાં આવી હતી. જેને લઈ આજ દાહોદના ગોધરા રોડ પર આવેલી સ્ટીફન્સ સ્કુલ ખાતે પહોંચી ગયાં હતાં. કાર્યકર્તાઓ જયશ્રી રામ અને ધર્માંતરણ બંદ કરોના સુત્રોચાર કરી સંચાલકો સહિત શાળાના પ્રિન્સીપાલની મુલાકાત લઈ આ મામલે ભારે વિરોધ કર્યો હતો અને ધર્માંતરણનો પાઠ ભણાવનાર શિક્ષકાને સ્કૂલમાંથી કાઢી દેવાની ચિમકી આપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)