શોધખોળ કરો

Earthquake: ગુજરાતના આ શહેરમાં પરોઢિયે આવ્યો 3.2નો ભૂકંપ, લોકો ઊંઘમાંથી ઉઠીને ભાગ્યા

આજે પરોઢિયે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છમાં લગભગ પરોઢિયે 4.47 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા

Earthquake: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, 14મી ઓગસ્ટે વહેલી સવારે રાજ્યના સરહદી વિસ્તાર નજીક આ ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરોઢિયે પશ્ચિમ કચ્છમાં ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, આજે પરોઢિયે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છમાં લગભગ પરોઢિયે 4.47 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આ ભૂકંપ જિલ્લાના ખાવડામાં આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 રિએક્ટર સ્કેલ પર નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી 20 કિલોમીટર દુર નોંધાયુ હતુ. જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે લોકો પરોઢિયે લોકો સૂઇ રહ્યાં હતા, અને ભૂકંપ આવતા જ લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી ગયા હતા. 

ભારતમાં આવી શકે છે મોટો ભૂકંપ 
તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા. તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ 5 સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.

મંગળવારે (21 ફેબ્રુઆરી) ANI સાથે વાત કરતા, હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, "પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
 
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે ?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
Advertisement

વિડિઓઝ

Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
Tariff Bomb Of trump: અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, જુઓ ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત
Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
Embed widget