શોધખોળ કરો
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડની DySP તરીકે કરાઈ નિમણૂક, ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ પાઠવી શુભેચ્છા
ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DYSP તરીકે નિમણૂંક કરવામાં આવી છે

અમદાવાદ: ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા DySP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવા બદલ પ્રદિપસિંહે સરિતાને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગની સરિતા ગાયકવાડે 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4x400 મીટર રીલે દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. સરિતા ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી ઓળખે છે. સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન pic.twitter.com/PTgZOl9bwd
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) October 24, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement