Gujarat Budget 2023 Live Updates: બજેટમાં નાગરિકો માટે રાહતના સમાચાર, જૂના કરવેરામાં ન કરાયો કોઇ વધારો
વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું
LIVE
Background
ગાંધીનગરઃ આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટના કદમાં 18થી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.
વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પરીક્ષા અંગેનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ જ બાકી રહેલી અને નવી પરીક્ષા લેવાશે. એપ્રિલ મહિના પહેલા પરીક્ષા અંગેનો નવો કાયદો અમલમાં આવી જશે. બિલમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો સમાવેશ નહી થાય. ગેરરીતિના કેસમા બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. અગાઉ બોર્ડ અને યુનિવર્સિટીને પણ કાયદા હેઠળ આવરી લેવાઈ હતી. મંત્રીએ ગૃહમાં કહ્યુ કે, ભરતી માટેના પરીક્ષાના પેપરો ફુટવાથી અથવા તેમાં કોઇ ગેરરીતિ થવાની બાબત લાખો યુવાનોને નિરાશ કરે છે, તેમના સપના તૂટે છે. તેમના વાલીઓમાં પણ રોષ ઉભો થાય તે સ્વાભાવિક છે.
અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો
મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. 10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો? પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે ? તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. નવા કાયદામાં પેપરલીક ગુનાના ગુનેગારને 10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટને લઈ સીઆર પાટીલે શું કહ્યું
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું, દરેકને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી, નાણામંત્રી અને અધિકારીઓ દ્વારા જે 25 વર્ષનો રોડમેપ કરવામાં આવ્યો છે તેનાથી ગુજરાતના વિકાસની ગતિ વધશે.
ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ સીમાચિન્હરૂપ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ
બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું વર્ષ 2023-24 નું બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ નવા કરવેરા વિનાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકાસના રોલ મોડલ બનેલ ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ સીમાચિન્હરૂપ બનશે.
રાજ્યના બજેટને કૉંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું
રાજ્યના બજેટને કૉંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું હતું. બજેટ સર્વગ્રાહી ન હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો હતો. તો કોઈ મહત્વની જોગવાઈ નહી હોવાનો ગેનીબેને આરોપ લગાવ્યો હતો.
Gujarat Budget 2023
દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન
Gujarat Budget 2023
સસ્તા અનાજની દુકાનોથી હવે જુવાર, બાજરી અને રાગીનું પણ વિતરણ કરાશે. આ અનાજ ખેડૂતો પાસેથી ખરીદવા સરકારે બજેટમાં 30 કરોડની જોગવાઈ કરી છે.