શોધખોળ કરો
Advertisement
‘C.R. પાટીલ દારૂના કેસમાં- બુટલેગરોને મદદ કરવા બદલ પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થયેલા’, કોંગ્રેસના ક્યા નેતાએ પાટીલને ‘બત્રીસલક્ષણા’ ગણાવ્યા ?
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ 1978માં પોલીસ ખાતામાં હતા ત્યારે દારૂના જથ્થા અને બુટલેગરોની મદદ કરવાના કારણે સસ્પેન્ડ થયા હતા એવો આક્ષેપ કર્યો છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ 1978માં પોલીસ ખાતામાં હતા ત્યારે દારૂના જથ્થા અને બુટલેગરોની મદદ કરવાના કારણે સસ્પેન્ડ થયા હતા એવો આક્ષેપ કર્યો છે. મોઢવડિયાએ પાટીલને બત્રીસલક્ષણા ગણાવીને એવો પણ આક્ષેપ કર્યો કે, પાટીલ સામે 1978માં દારૂ ના કેસ નોંધાયા હતા અને સોનગઢ અને પલસાણા પોલીસ સ્ટેશન માં ઓન રેકોર્ડ દારૂ ના ગુના નોંધાયા છે. 1984માં પોલીસ યુનિયન બનાવવા બદલ ફરિયાદ થઇ હતી . 1995ના ઓક્ટોબરમાં સુરત કોર્પોરેસનને ઓક્ટ્રોઈ મુદ્દે ફરિયાદ થઇ હતી અને 2002માં ડાયમંડ જ્યુબિલી બેંક કૌભાંડમાં જેલવાસ પણ ભોગવ્યો છે.
મોઢવડિયાએ કહ્યું કે, આ બધા કેસ રેકોર્ડ પર છે પણ રાજીનામું આપવાની સંસ્કૃતિ ભાજપમાં છે જ નહી. સી.આર. પાટીલે પોતે જ પોતાના ઉપર નોંધાયેલા ગુનાનું લિસ્ટ પાર્ટી માં આવ્યું છે. આ કેસમા ચુકાદો આપવાનું કામ કોર્ટનું છે પણ સી આર પાટિલ પર અનેક કેસ છે એ હકીકત છે. મોઢવડિયાએ કહ્યું કે, સી આર પાટિલ સામે કુલ 107 કેસ નોધાયા છે.
મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપને વિનંતી કરું છું કે ગુજરાતની સંસ્કૃતિ ને ધ્યાને રાખીને શબ્દ પ્રયોગ કરે કેમ કે મેં રેકોર્ડના આધારે જ તમામ ગુનાઓની વાત કરી છે, કોઈ ખોટા આક્ષેપ નથી કર્યા. તેમણે મુખ્યમં6ને પણ લપેટમા લેતાં કહ્યું કે, મુખ્યમંત્રી બોખલાઈ ગયા છે એટલે ધારાસભ્યો પર દારૂના આક્ષેપ કર્યા છે પણ અમે આઠેય 8 બેઠકો જીતવાના છીએ. ભાજપે ધારાસભ્યોનો ખરીદ વેચાણ સંઘ ઊભો કર્યો છે તેનો અમે જડબાતોડ જવાબ આપીશું. અગાઉ અમારા ધારાસભ્યો ખરીદ્યા તે તમામ ઘરે બેઠા છે અને આ વખતે પણ ખરીદાયેલા ધારાસભ્યો ઘરે બેસશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement