Gujarat Corona Cases: રાજ્યમા કોરોના કેસ વધતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ?
કોરોનાની સ્થિતિ પર સતત રાજ્ય નું આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કોરોના કેસ વધતાં ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે.
Gujarat Covid-19 Update: રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિ પર સતત રાજ્ય નું આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કોરોના કેસ વધતાં ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગના પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનો આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો છે. વેકસિનના કારણે સંક્રમણની તીવ્રતા ઘટી છે. હોસ્પિટલાઈઝેશનમાં ગઈ કાલ સુધી માત્ર 41 લોકો જ છે. જેમાંથી 6 લોકો વેંટીલેટર પર છે. કોરોના કેસમાં વધારો થતાં જીનોમ્સ સિક્વન્સિંગ પર ભાર મુકવામા આવ્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. જૂનના 20 દિવસમાં રાજ્યમાંથી કુલ 258 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે અને પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ 772, સુરતમાં 204, વડોદરામાં 177 ગાંધીનગર-રાજકોટમાં 49 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. 13 જૂને ગુજરાતમાં કુલ 832 એક્ટિવ કેસ હતા. આમ, સાત દિવસમાં એક્ટિવ કેસમાં 75 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 130 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 12,15,453 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે જ્યારે સાજા થવાનો દર ઘટીને હવે 98.99 ટકા છે. સોમવારે કુલ 45,769 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 11.09 કરોડ છે. આ પૈકી 38.04 લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે. સૌથી વધુ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો હોય તેમાં ગુજરાત બીજા નંબરે છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં મોટ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમા 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સતત પાંચ દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા હતા.. છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ અને 17 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 79 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79,313 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,890 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,15,193 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,32,43,003 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13,00,024 ડોઝ આપવામાં આવ્યા હતા.