શોધખોળ કરો

ગુજરાતમાં ઓમિક્રોને પણ પકડી રફતાર, છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 50 નવા કેસ

છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો કોરોનાનો ગ્રાફ ડરાવી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં દરરોજ સરેરાશ 1 હજાર કેસ વધી રહ્યા છે

ગાંધીનગરઃ  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તે સિવાય રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં પણ ધરખમ વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ઓમિક્રોનના નવા 34 કેસ નોંધાયા છે. તે સિવાય આણંદમાં ત્રણ, ખેડામાં ચાર, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, સુરત કોર્પોરેશનમાં ત્રણ, કચ્છમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે.

છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો કોરોનાનો ગ્રાફ ડરાવી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં દરરોજ સરેરાશ 1 હજાર કેસ વધી રહ્યા છે. 3 જાન્યુ.એ 1259 કેસ નોંધાયા  તો 4 જાન્યુ.એ 2265 કેસ નોંધાયા અને આજે 3350 કેસ નોંધાયા છે.  બીજી તરફ 236  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

તે સિવાય અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે ખળભળાટ મચી ગયો છે. એકલા અમદાવાદ શહેરમાં જ કોરોનાના નવા 1637 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630,  વડોદરા   કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994  કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

 આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,26,153 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,18,34,983 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. છોટા ઉદેપુર,  ડાંગ, જૂનાગઢ, નર્મદા, પાટણ, પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
India Post Recruitment 2024: ઇન્ડિયન પોસ્ટમાં 35 હજાર પદ પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી
India Post Recruitment 2024: ઇન્ડિયન પોસ્ટમાં 35 હજાર પદ પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Embed widget