Gujarat: ચીનમાં ફેલાઈ રહેલી નવી બીમારીને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં, જાણો શું આપ્યા આદેશ
ચીનમાં નવી ઊભી થયેલી બીમારી સંદર્ભે રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ગુજરાતના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં સાવચેતી રાખવા આદેશ કર્યા છે.
ગાંધીનગર: ચીનમાં નવી ઊભી થયેલી બીમારી સંદર્ભે રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ગુજરાતના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં સાવચેતી રાખવા આદેશ કર્યા છે. ગુજરાતના તમામ જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરના આરોગ્ય અધિકારી અને સિવિલ હોસ્પિટલના વડાઓને પત્ર લખીને તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.
ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યૂમોનિયા SARS - CoV- 2 જેવા રોગોથી સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ચીનમાં બાળકોમાં આ પ્રકારની શ્વસનની બીમારી જેવા રોગો જોવા મળી રહ્યા છે. આ નવા રોગે ચીનમાં હાહાકાર મચાવી દિધો છે.
હોસ્પિટલમાં સ્ટાફ, બેડ, દવાઓ અને ટેસ્ટિંગની ઉપલબ્ધતા ચકાસી રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને કાર્યક્ષમ કરીને રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે. વેન્ટિલેટર, પિપિઈ કીટ અને એન્ટીવાયરલ દવાઓ પૂરતા પ્રમાણમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આઇસોલેશન વોર્ડ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી તૈયારી રાખવા પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા પત્ર લખી નીચે પ્રમાણે સૂચનો આપવામાં આવ્યા છે.
આપની સંસ્થા ખાતે કાર્યરત તમામ વસ્તુઓેને અપડેટ કરવી તથા ફંકશનીંગ કરવી
આપશ્રીના સંસ્થા ખાતેના PSA પ્લાન્ટ, લીક્વીડ ઓક્સીજન પ્લાન્ટ, O2 કોન્સનટ્રેટર કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરી તાત્કાલિક કાર્યરત કરવા જણાવવામાં આવે છે.
ફાયર સેફ્ટી, ઈન્સ્ટ્રુમેન્ટ સેફ્ટી ઓડીટ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
Operational Guidelines for Revised Surveillance Strategy in context of covid 19 ના અમલીકરણ અને સમીક્ષા અવશ્ય કરવી તેમજ ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કૉલેજ હોસ્પિટલો સહિતની આરોગ્ય સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવું.
તમામ આરોગ્ય સંસ્થાઓમાં Active/Passive સર્વેલન્સ દ્વારા SARI/ILI ના કેસોનું સધન સર્વેલન્સ કરાવવું તેમજ તમામ કેસોનું દૈનિક મોનીટરીંગ અને સુપરવિઝન અને IHIP Portal માં તમામ કેસોની દૈનિક એન્ટ્રી કરવાની રહેશે.
આપના તાબા હેઠળના તબીબી અધિકારી, ફીજીશ્યન, એનેસ્થેટીસ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ, લેબ ટેક, સ્ટાફ નર્સ તથા અન્ય પેરામેડીકલ સ્ટાફને સેન્સેટાઈજ કરવા.
હોસ્પિટલ કક્ષાએ વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ એન્ટીવાયરલ દાવાઓ વગેરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા તેમજ જરુર જણાયે આઈશોલેસન વોર્ડ શરુ કરી સકાય તેવી વ્યવસ્થા ગોઠવવી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial