શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Heart Disease: ગુજરાતમાં બાળકોમાં હ્રદય રોગની બિમારીઓ વધી, એક જ વર્ષમાં થયો 59 ટકાનો વધારો, વાંચો રિપોર્ટ

રાજ્યમાં બાળકોમાં હવે ધીમે ધીમે હ્રદયને લગતા રોગો વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આ આંકડો ખુબ વધ્યો છે

Gujarat Child Heart Disease: રાજ્યમાં હાર્ટની બિમારીના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, હાલમાં જ રજૂ થયેલા બજેટમાં પણ ગુજરાત સરકારે આ વાતનો ઉલ્લેખ કરીને તમામ માહિતી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પુખ્ત વયના અને વૃદ્ધોની સાથે સાથે હવે બાળકોમાં પણ હ્રદયને લગતી બિમારીઓ સામે આવી રહી છે. રાજ્યમાં એક જ વર્ષમાં બાળકોમાં હ્રદયને લગતા રોગોની સંખ્યામાં 59 ટકાનો વધારો થયો છે. આ આંકડા ખુદ સરકારે જાહેર કર્યા છે. 

રાજ્યમાં બાળકોમાં હવે ધીમે ધીમે હ્રદયને લગતા રોગો વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આ આંકડો ખુબ વધ્યો છે, એક જ વર્ષમાં બાળકોમાં હૃદયના રોગની સંખ્યામાં 59 ટકાનો વધારો નોંધાયો છે. આ વતાનો બજેટ સાથે રજૂ કરાયેલા શાળા આરોગ્ય ચકાસણીના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. 

રાજ્ય સરકારના બજેટની સાથે વિવિધ કામગીરીનો અહેવાલ જાહેર કરાયો હતો. તેમાં આ વર્ષે રાજ્યમાં હૃદય રોગના બાળદર્દીની સંખ્યામાં 58.63 ટકાનો વધારો એક જ વર્ષમાં થયો હોવાનો ઉલ્લેખ છે. બજેટ સાથે શાળા આરોગ્ય ચકાસણીના તેમજ સોશિયલ ઈકોનોમીના રિપોર્ટ જાહેર કરાતા હોય છે. આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન હૃદયના રોગ ધરાવતા બાળકોની સંખ્યા 3347 હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગત વર્ષે આ સંખ્યા 2110 હતી. આમ એક વર્ષમાં 58.63 ટકાનો વધારો નોંધાયો છે.

ગત વર્ષે 2110 બાળકને હૃદય રોગ અને બિમારીઓ હતી, 2022-23માં હ્રદય રોગના બાળદર્દી 2110 હતા, 2023-24માં આ આંકડો વધીને 3347 થતાં કેસમાં લગભગ 59 ટકાનો વધારો થયો છે.

અતિ ગંભીર રોગગ્રસ્ત બાળકો - 

રોગ            2023-24        2022-23         વધારો
હ્રદય          3347               2110               1237
કિડની        1022               724                  298  
કેન્સર         754                 334                 420 
કુલ             5123              3171               1952

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Embed widget