શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Politics: આજે ભાજપમાં ભરતી મેળો ! બે પૂર્વ ધારાસભ્ય સહિત 2 હજાર કાર્યકરો કેસરિયો ધારણ કરશે

આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચૂડાસમા પણ ભાજપમાં જોડાશે

Gujarat Politics: આજે ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો યોજાશે, આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા, જે ગુજરાતમાં આપની ટિકીટ પર ચૂંટણી જીત્યા હતા, અને પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. આજે આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે, એકપછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં હવે આજે શનિવારે કેટલાક નેતાઓ કેસરિયો ધારણ કરશે. 3 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં ફરી ભરતીમેળો શરૂ થશે. શનિવારે 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. 

આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચૂડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી ભાજપમાં જોડાશે. આવતીકાલે ભેસાણ ખાતે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 હજાર લોકોને ભાજપમાં જોડશે.

જૂનાગઢમાં આજે પૂર્વ MLA ભૂપત ભાયાણી ભાજપમા જોડાશે, તેમની સાથે સાથે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે. ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે. સંભવિત રીતે સીઆર પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિસાવદર વિધાનસભામાંથી આપ પાર્ટીમાંથી ભાયાણી ચૂંટાયા હતા. તો વળી, અરવિંદ લાડાણીએ ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતુ. ભાયાણી અને લાડાણીના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.

રવિવારે ખંભાતમાં યોજાશે ભાજપનો ભરતી મેળો 
શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના  પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.  ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.

13 ડિસેમ્બરે ભાયાણીએ આપ્યું હતું રાજીનામું -
વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી આપ્યુ રાજીનામું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. હતું વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું હતું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ રાજીનામું આપનાર ધારાસભ્યોને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલને સ્થાયી પરામર્શ સમિતિમાથી હટાવાયા છે. મંત્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી કમિટીમાં બંને ધારાસભ્યોનો સમાવેશ કરાયો હતો. દરેક મંત્રીની પરામર્શ સમિતિમાં 11 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.  મંત્રી ઋષિકેશ પટેલની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે ભૂપેત ભાયાણીનો સમાવેશ કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં  ચિરાગ પટેલનો સમાવેશ કરાયો હતો. થોડા સમય પહેલા બંનેએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કમિટીમાંથી દૂર કરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલAhmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget