શોધખોળ કરો

Heart Attack: પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખની તબિયત લથડતાં હોસ્પિટલ ગયા દવા લેવા, હાર્ટએટેક આવતાં થયું મોત

Heart Attack: રાજ્યમાં યુવાનોમાં નાની વયે હાર્ટએટેક આવવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટએટેકથી મોતનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં નોંધાયો છે.

Surendranagar News:  રાજ્યમાં યુવાનોમાં નાની વયે હાર્ટએટેક આવવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોરની તબિયત લથડતાં પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. રાજુભાઈના નિધનથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી.

ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી

39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. આ  ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડીરાત્રે ઘેર પહોંચતા હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ જોરદાર હ્રદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાંજ ઢળી પડ્યાં હતા. સ્વભાવે સોમ્ય, સદા હસમુખા અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા રાજુભાઇ ઠાકોરે નાની ઉંમરમાં જ ખુબ નામના મેળવી હતી. થોડા દિવસો અગાઉ પાટડી શહેર ભાજપ યુવા પ્રમુખ નરેન્દ્ર ગઢવીનું પણ હ્રદયરોગના હુમલાથી નાનીવયે આકસ્મિક અવસાન થયું હતુ.

Heart Attack: પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખની તબિયત લથડતાં હોસ્પિટલ ગયા દવા લેવા, હાર્ટએટેક આવતાં થયું મોત

તાજેતરમાં રાજ્યમાં એક જ દિવસમાં બે કિશોરના હાર્ટ એટેકથી મોત થયા હતા. જુનાગઢ જિલ્લાના ગળુ નજીક આવેલા ચોરવાડમાં 17 વર્ષીય કિશોર નારિયેળીના બગીચામાં કામ કરતો હતો ત્યારે હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું. 17 વર્ષીય જીગ્નેશ વાજાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.   નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની પત્નીનું 12 જુલાઈ ના રોજ અવસાન થયું હતું. લાંબા સમયથી બિમારીથી પીડિત નેપાળી પીએમના પત્ની સીતા દહલનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.    

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો

ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ

ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!

રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે

ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?

ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ

Embed widget