સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, નદીઓમાં પૂરની સ્થિતિ બનશેઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલ અનુસાર આગામી જુલાઈ મહિનો ભારેથી અતિભારે વરસાદનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.
Gujarat Rain: ગુજરાતમાં ફરી એક વખત વરસાદ ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સાથે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. જ્યારે નર્મદા નદીમાં હળવા પૂરની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ અનુસાર આગામી જુલાઈ મહિનો ભારેથી અતિભારે વરસાદનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટિંગ. હવામાન વિભાગના મતે પૂર્વ અને પશ્ચિમ તરફનું દબાણ વધવાના કારણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમાં પણ 7 અને 8 જુલાઈએ તો ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી કરી છે.
તો 7 જુલાઈના અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ પાણી-પાણી થશે. તો 8 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વસાદ પડશે.
સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અશ્વિની કુમાર વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે. જેના કારણે રેલવે ગરનાળુ તેમજ સરસ્વતી સ્કૂલ પાસે ભરાયા પાણી છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી હતી. સાથે જ અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. તો આ તરફ કતારગામ અને ઓલપાડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કતારગામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. તો ઓલપાડ, સાયણ ,કીમ સહિતના વિતારોમાં પણ વરસાદ નોંધાયો છે.