Sasan Gir: સ્ટેચ્યુ ઓફ યૂનિટી બાદ ગુજરાતના આ સ્થળે સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા ઉઠી માગ,જાણો હોટેલ સંચાલકોએ શું કહ્યું
Sasan Gir: દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ બનેલા સાસણ ગીરમાં સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા હોટેલ એસોસિએશને માંગ કરી છે. સાસણ હોટેલ એસોસિએશને સરકાર પાસે અલગ અલગ માગો કરી છે.
Sasan Gir: દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ બનેલા સાસણ ગીરમાં સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા હોટેલ એસોસિએશને માંગ કરી છે. સાસણ હોટેલ એસોસિએશને સરકાર પાસે અલગ અલગ માગો કરી છે.
એસિયાટીક સિંહોના ગઢથી જાણીતા બનેલા સાસણ ગીર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષ લાખો પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાત લઇ રહ્યા છે. જેના કારણે અહીં ૨૫૦ થી વધુ હોટેલ અને ફાર્મ હાઉસ ચાલી રહ્યા છે.
હાલ હોટેલોમાં મંદીનો માહોલ છે જે દૂર કરવા હોટેલ માલિકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. હોટેલ સંચાલકો નું કહેવુ છે કે અહી સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવામાં આવે. આ સિવાય રિવરફ્રન્ટ અને અન્ય વિકાસના કામ કરવામાં આવે જેથી ધંધા રોજગાર ધમધમતા રહે.
હાલ ચોમાસામાં ગીર ૪ મહિના બંધ રહે છે. ઉબડ ખાબડ રસ્તા અને સિંહોના મેટીંગ પિરિયડના કારણે ગીર ૪ મહિના બંધ રાખવામાં આવે છે. જેની સીધી અસર હોટેલ બિઝનેસ પર પડી રહી છે અને ૪ મહિના હોટેલ બિઝનેસ મંદીમાં ધકેલાય જાય છે. જેના કારણે હોટેલ એસો.એ માંગ કરી છે કે, ગીર ૪ મહિના નહિ પણ ૨ મહિના પૂરતું જ બંધ રાખવામાં આવે.
તો બીજી તરફ સાસણ ગીરની હોટેલોમાં આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટના મેનુમાં પ્રાકૃતિક ફૂડનું મેનુ જોવા મળે તો નવાઈ નહિ. કારણ કે જૂનાગઢ કલેકટરે હોટેલ એસો સાથે બેઠક યોજી મેનુમાં પ્રાકૃતિક ફૂડનું મેનુ એડ કરવા જણાવ્યું છે. આગામી ૧૬ તારીખથી સિંહોનું વેકેશન પૂર્ણ થાય છે અને ગીર ફરી એક વખત સહેલાણીઓ માટે ખુલ્લું મુકાશે.
રાજ્યમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.
તાજેતરમાં ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.