શોધખોળ કરો

Dang: 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા કિલ્લા પર પહોંચ્યો પિતા, ત્યાં જ થયું એવું કે, તાંત્રિકના ઉડ્યા હોંશ

ડાંગ: તાપી અને સુરત જિલ્લાના તાંત્રિક જમીનમાંથી સોનુ કાઢવાની વિધિ કરતા પકડાયા છે. તાપી જિલ્લાના અલઘટ ગામનો પિતા પણ પોતાની 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો હતો.

ડાંગ: તાપી અને સુરત જિલ્લાના તાંત્રિક જમીનમાંથી સોનુ કાઢવાની વિધિ કરતા પકડાયા છે. તાપી જિલ્લાના અલઘટ ગામનો પિતા પણ પોતાની 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો હતો. રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખી તાંત્રિક વિધિ શરૂ કરતાં પકડાયા છે. ચાલુ તાંત્રિક વિધિ દરમિયાન સ્થાનિક લોકો કિલ્લા પર પહોંચી ગયા હતા અને વિધિ અટકાવી દીધી હતી. આ ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો પણ ઉતારી લીધો છે. સ્થાનિક લોકોએ બનાવેલ આ વીડિયો વાયરલ થયો છે. પૂછપરછ દરમિયાન તાંત્રિક બારડોલીના બાબેન ગામનો હોવાનું સામે આવ્યું છે. વઘઇ પોલીસે વાયરલ વીડિયોના આધારે તમામ જાણવા જોગ અરજી દાખલ કરી કાર્યવાહી કરી છે.

ચકચારી ડમીકાંડ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ

ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ભાવેશ જેઠવા LCB નાં PI દ્વારા ભરત નગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 9 નુંબરનો આરોપી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21 આરોપીઓ પકડાયા છે જ્યારે હજી પણ 15 પોલીસ પકડથી દૂર છે.

બોટાદમાં પોલીસ પાસે આઈડી કાર્ડ માગતા યુવકને મળ્યું મોત

બોટાદના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ કે, પોલીસ દ્રારા ઢોર માર મારતા સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું છે. બોટાદ શહેરના યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વાર ઢોર માર મારતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વાતને લઈને ચકચાર મચી છે. 14 એપ્રિલ 2023 ના રોજની આ ઘટનામાં યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માર મરાયાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. ઢોરમારથી યુવાનને બ્રેન હેમરેજ થયું. 

20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો

યુવાનને સારવાર અર્થે પ્રથમ બોટાદ પછી ભાવનગરમાં અને વધુ સારવાર અર્થે 20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં આ યુવાનનું આજરોજના સવારે 11 વાગે યુવાનનું અવસાન થયું છે. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ પાસે આઈ ડી કાર્ડ માંગતા તે ગુસ્સે ભરાયો અને બાદમાં માર માર્યો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. દોષિત પોલીસ વિરુદ્ધ FIRની કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહ ન લેવાની પરિવારજનો ચિમકી આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget