આદિત્ય ગઢવીના ગુજરાતી સોંગ ‘Khalasi’ની સોશિયલ મીડિયા પર ધૂમ, નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને કરી યાદ
આદિત્ય ગઢવીએ કચ્છના રણોત્સવની પણ પ્રશંસા કરી હતી આદિત્ય ગઢવી નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રેરણાદાયી ક્ષણોની ઝલક શેર કરી હતી
ગુજરાતના ફોક સિંગર આદિત્ય ગઢવીનું ગુજરાતી ગીત ‘Khalasi’ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગુજરાતી સોંગને યુ-ટ્યુબ પર 50 મિલિયન કરતા પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે.
નવી પેઢીના સંગીતના કલાકારો પણ પીએમ મોદીથી વ્યક્તિત્વથી હંમેશા પ્રભાવિત થયેલા છે. આદિત્ય ગઢવી એ જ પૈકીના એક જ છે. એ જ કારણ રહ્યું કે આદિત્ય ગઢવી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે સમયની એટલે કે 2014 પહેલાની તેમના એક કાર્યક્રમ સમયે થયેલી મુલાકાતને યાદ કરી ખાસ વીડિયો બનાવ્યો હતો. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્ર સાથે ભારતને વિશ્વ ગુરુ બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસને આદિત્યએ સંગીતના શબ્દોમાં આ વીડિયોમાં સવિનય આવકાર્યો હતો.
આદિત્ય ગઢવી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. તેમણે 2014 પહેલાની નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને યાદ કરી હતી. આદિત્યએ નરેન્દ્રભાઈના CM તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. તેમણે દેશને વિશ્વ ફલક પર લઈ જવાના પીએમના પ્રયાસની પ્રશંસા કરી હતી. પડકાર જિલવાના PMના વ્યક્તિત્વથી આદિત્ય ગઢવી પ્રભાવિત થયા હતા.એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સંગીતના શબ્દોમાં વર્ણવ્યો હતો.
આદિત્ય ગઢવીએ કચ્છના રણોત્સવની પણ પ્રશંસા કરી હતી આદિત્ય ગઢવી નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રેરણાદાયી ક્ષણોની ઝલક શેર કરી હતી. 'ખલાસી' ફેમ ગાયક પીએમ મોદીની કાર્ય નીતિ અને ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધતા માટે તેમની ઊંડી પ્રશંસા કરી હતી.