ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પકડાય તો 11 હજારનો દંડ, જાણો કારણ
સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉતરાયણ દિવસે પતંગ ચગાવા દંડ પર થાય છે.
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉતરાયણ દિવસે પતંગ ચગાવા દંડ પર થાય છે. આખરે કેમ આ ગામ માં કોઈ પતંગ નથી ચગાવતું ? ચાલો જાણીએ.
ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલું ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. ફતેપુરાએ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામના કે અન્ય ગામના યુવાન અહી પતંગ ચગાવવા આવી શકતા નથી. ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા ન હોવાથી અને ભારે વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ કાઢવા જતા મોતને ભેટવાના બનાવ બની ચૂક્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1999 માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો. આ કાયદો હતો પતંગ નહિ ચગાવાનો. ગામના વડીલોએ નક્કી કર્યું કે ગામ ના કોઈ પણ બાળક કે યુવાન એ ઉતરાયણના દિવસે પણ પતંગ નહિ ચગાવાની. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેણે 11 હજાર દંડ અને 5 બોરી ધમાઁદુ ફટકારવામાં આવશે.
ગ્રામજનો એ બનાવેલા આ કાયદાનો 1999 થી આજદિન સુધી કડક પાલન થઇ રહ્યું છે અને આટલા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ ચગાવી નથી.
ક્રિકેટ રમી ઉત્તરાયણની ઉજવણી કરે છે
પતંગ નહિ ચગાવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 1999 થી આ ગામમાં ઉત્તરાયણ પર કોઈ જ જાનહાની થઇ નથી. એટલું નહી પતંગ દોરી પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામમાં અને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉતરાયણ પર પતંગની મજા માણતા હોય છે ત્યારે અહીં ગામના યુવાનો ગાયોને ઘાસચારો નાખી તેમજ ક્રિકેટ રમી ઉતરાયણની ઉજવણી કરે છે. તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું.
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉતરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત નીપજતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ ઓ માટે મોતની દોરી સાબિત થાય છે. તેવામાં બનાસકાંઠાના ફતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઇ રહ્યો છે. પરંતુ શું આ ગામના પ્રેરણાદાઈ કાયદાને અન્ય ગ્રામજનો અને શહેરીજનો અપનાવે છે કે નહિ તે જોવું રહ્યું !!
Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર