Crime News: કથિત પ્રેમ પ્રકરણને લઈ યુવકની ચાલુ કારમાં હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા
મઘ્ય પ્રદેશના યુવકનું ગોધરાથી અપહરણ કરી મધ્ય પ્રદેશમાં ગળે ટુંપો આપી હત્યા કરી દેવામા આવી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.
પંચમહાલ: મઘ્ય પ્રદેશના યુવકનું ગોધરાથી અપહરણ કરી મધ્ય પ્રદેશમાં ગળે ટુંપો આપી હત્યા કરી દેવામા આવી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પંચમહાલ પોલીસે હત્યા મામલે મુખ્ય સુત્રધાર સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે. ગોધરાથી અપહરણ કરવામાં આવેલ યુવકની લાશ મધ્યપ્રદેશનાં કલ્યાણપૂરામાથી મળી આવી હોવાની ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં કેટલીક ચોકાવનારી હકિકત સામે આવી છે. કથિત પ્રેમ પ્રકરણને લઈ યુવકની હત્યા કરવામાં આવી હોવાની હકીકત સામે આવી છે. હત્યામાં મુખ્ય સૂત્રધાર પ્રેમિકાના કાકા હોવાનું તપાસમાં ખુલ્યું છે
મૂળ મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાના મુહનેશ ઊર્ફે મોનું મોહનલાલ સોલંકી નામના યુવક ગત 15 જાન્યુઆરીનાં રોજ બાઇક લઈ ગોધરામાં આવ્યો હતો. જ્યાં પોતાની કથિત પ્રેમિકાના પ્રેમ સંબંધ મામલે જણાવવા માટે આવ્યો હતો. ગોધરાના સાસુમાં હોટલ અહિયાં તે જય ઊર્ફે જિમી સાથે મળી કથિત પ્રેમિકા આશી જૈન સાથેનાં પ્રેમ સંબધ હોવાની વાત કરી હતી. આ દરમિયાન કથિત પ્રેમિકાનાં કાકા દિલીપ જૈન સહિતના પરિજનો પણ ગોધરા દાહોદ હાઇવે ચાંચેલાવ નજીક ઉદય હોટેલ ખાતે આવી પહોંચ્યા હતા. મરણ જનાર યુવક મુહુનેશ ઉર્ફે મોનુ સોલંકી અપહરણ કરી બલેનો ગાડીમાં લઈ જવાંમાં આવ્યો અને ચાલુ કારમાં જ યુવકને મફલર વડે ટુંપો આપી હત્યાં કરી દેવામાં આવી હતી. ત્યાબાદ મઘ્યપ્રદેશના કલ્યાણપુર પાસેના જંગલમા પેટ્રોલ છાંટી લાશને સળગાવી દેવામાં આવી હતી.
પ્રેમ પ્રકરણ બાબતે પ્રેમિકાના મંગેતર સાથે વાતચીત કરવા માટે ગોધરા આવેલા પ્રેમી યુવકનું અપહરણ અને હત્યાં મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર કાવતરાનો મુખ્ય સુત્રધાર અને કથિત પ્રેમિકાનાં કાકા દિલીપ જૈન સહિત ગોધરાના પાંચ જેટલા આરોપી અને હત્યાનાં કામે ઉપયોગમા લેવામા આવેલ બે કાર કબજે લઈ તપાસ હાથ ધરી છે. જયારે આ હત્યામાં અન્ય ચારથી પાંચ લોકો સામેલ હોવાની આશંકાનાં આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે
ઝડપાયેલા આરોપી
1 દિલીપ જૈન કથિત પ્રેમિકા કાકા રહે મધ્ય પ્રદેશ
2 જય ઉર્ફે જીમ્મી દીપક શાહ ગોધરા
3 રાજકુમાર શાહ ઉર્ફે લાડુ ગોધરા
4 પૃથ્વી સિંહ રાઠોડ ગોધરા
5 ધર્મેન્દ્ર ઊર્ફે ધમાં રાઠોડ ગોધરા
6 રાહુલ સોની ગોધરા