Gujarat: દ્વારકા-પોરબંદર હાઈવે પર મીની બસ-ડમ્પરનો અકસ્માત, 2 લોકોના મોત, 12 ઘાયલ
રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.ગઈ કાલે મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સોમનાથથી દ્વારકા જતા સમયેઆ અકસ્માત સર્જાયો હતો.

પોરબંદર: રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.ગઈ કાલે મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સોમનાથથી દ્વારકા જતા સમયેઆ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના પરિવારના યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો હતો.
બસ સાથે ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો
પોરબંદરના કુછડી નજીક મીની બસ સાથે ડમ્પર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ બસમાં કુલ 19 લોકો સવાર હતા જેમાંથી 12 લોકોને ઈજા પહોંચી છે. જ્યારે 2 લોકોના મોત નીપજયા છે. ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત
સુરતના લસકાણામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. લસકાણામાં ફોર વ્હીલ કારે અકસ્માત સર્જતા રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મહિમા નામની એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. કાર ચાલક અર્જુન વીરાની પણ ઇજાગ્રસ્ત થયો છે અને તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કાર ચાલક અર્જુન વીરાની દ્વારા બ્રેકના બદલે ભૂલથી એક્સીલેટર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અર્જુન વીરાની ડાયમંડ નગર ખાતે આવેલ લુમ્સ ખાતામાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, લસકાણામાં થોડા દિવસ પહેલા જ હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત થયા હતા, જે ઘટના હજી તાજી જ છે ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
