ભરૂચ જિલ્લાની આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર થતી ન હોવાનો ભાજપના જ સાંસદે લગાવ્યો આરોપ, જાણો
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા.
ભરૂચના જંબુસરમાં હજુય સરકારી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર થતી ન હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલને લેખિત રજુઆત કરતા કહ્યું કે લોકોએ સારવાર માટે નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.
જંબુસર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને વડોદરામાં પોતાની ખાનગી હોસ્પિટલો ચલાવવાનો રસ છે. જેના કારણે ડોકટર જંબુસરની સરકારી હોસ્પિટલ ચલાવતા નથી. તો સામે જંબુસર સિવિલમાં આજથી કોરોનાની સારવાર શરૂ કરાયા હોવાનો સિવિલ સુપ્રિટેન્ડટનો દાવો છે.
સાથે તેમનું કહેવું છે કે, ફિઝિશયન સહિતની પૂરતી સુવિધાઓ ન હોવાનો આરોપ લગાવ્યો તો સુપ્રિટેંડટના આરોપ પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, અસુવિધા નહીં પરંતુ ખાનગી હોસ્પિટલ ચલાવવામાં ડો.લોહાને રસ છે. જો ફિઝિશયનની અછત હશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાસંદ વસાવાએ ખાતરી આપી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
45,872 |
336 |