(Source: ECI/ABP News/ABP Majha)
ગોધરામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, છેલ્લા એક મહિનામાં ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ
મોડી રાત્રે અચાનક તબીયત લથડતાં યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનુ મોત થયું હતું.
Young People Dying Of Heart Attack: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નાની વયે હાર્ટ એટેક આવવાની અનેક ઘટનાઓ સામે આવી જ છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે. આ જ ક્રમમાં ગોધરામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોટ થયું છે. ગોંદ્રા કિસાન સોસાયટી વિસ્તારમાં રહેતા 45 વર્ષના ઈસહાક હુસેન સુરતી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
મોડી રાત્રે અચાનક તબીયત લથડતાં યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનુ મોત થયું હતું. જવાન જોધ દીકરાનાં અચાનક મોતને પગલે સુરતી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ગોધરા શહેર ખાતે એક જ મહીનામાં હાર્ટ એટેકનાં કારણે યુવાનોનાં મોતની આ ત્રીજી ધટના સામે આવી છે.
હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માત્ર પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસોમાં 12.5% નો વધારો થયો છે. આવો જાણીએ શું કહે છે સરકારી આંકડા અને હાર્ટ એટેકથી બચવા શું કરવું...
હાર્ટ એટેકથી મૃત્યુઆંક
સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.
હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
1. જીવનશૈલીમાં ફેરફાર કરો.
2. માત્ર સ્વસ્થ આહાર અપનાવો. વધારાની ચરબી, તેલ, માંસ ટાળો, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ, માછલીનો સમાવેશ કરો.
3. સિગારેટ અને આલ્કોહોલનું વધુ પડતું સેવન ટાળો.
4. બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નોર્મલ રાખવાનો પ્રયાસ કરો.
5. નિયમિત કસરત કરો. શરીરનું વજન વધવા ન દો.
6. ધ્યાન, શ્વાસ લેવાની તકનીકો અને યોગનો અભ્યાસ કરો.
7. સમય સમય પર ડૉક્ટર દ્વારા તમારી જાતને તપાસો.