Sabar Dairy News: પશુપાલકો માટે આનંદના સમાચાર, આ ડેરીએ દૂધના ભાવનો મોટો વધારો
Sabar Dairy News: સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Sabar Dairy News: સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબર ડેરી પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો. આગામી 11 તારીખથી નવો ભાવ અમલમાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવા દોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં દસ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરી અત્યાર સુધીમાં કિલો ફેટે 820 રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા જેમાં દસ રૂપિયાનો ભાવ વધારો કરતા હવે કિલો ફેટે પશુપાલકોને 830 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે. જોકે ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટના 361.40 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે. નવીન ભાવ આગામી 11 તારીખથી અમલમાં આવશે. દસ રૂપિયા કિલો ફેટે ભાવ વધારો કરતા સાબર ડેરીમાં મહિને અંદાજિત ત્રણ કરોડ એસી લાખ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવશે.
સૌથી વધુ દૂધ આપે છે આ ભેંસો
ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને પણ સારી કમાણી કરી શકે છે. કેટલાક ખેડૂતો મોટી સંખ્યામાં ગાયો, ભેંસો રાખીને પશુપાલન દ્વારા તગડી કમાણી કરી રહ્યા છે.
મુર્રાહ ભેંસ- મુર્રાહ ભેંસને વિશ્વની સૌથી દુધાળી ભેંસ કહેવામાં આવે છે જે એક વર્ષમાં 1000-3000 લિટર દૂધ આપે છે. તે મોટે ભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.
સુરતી ભેંસ - સુરતી ભેંસ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. નાની સાઈઝની સુરતી ભેંસ પણ વર્ષમાં 1600-1800 લિટર દૂધ આપે છે.
મહેસાણી ભેંસ - ભેંસની આ પ્રજાતિ સૌથી વધુ શાંતિપૂર્ણ છે, જે લગભગ 1800 થી 2000 લિટર દૂધ આપે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના પશુપાલકો અને ખેડૂતો માટે મહેસાણાની ભેંસ રાખવી સામાન્ય બાબત છે.
સથકનારા ભેંસ - ભેંસની આ જાતિ દક્ષિણ ભારતની મુરાહ ભેંસ તરીકે પણ ઓળખાય છે, જે મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. જેના કારણે એક વર્ષમાં દૂધનું ઉત્પાદન 800-1200 લીટર સુધી પહોંચી શકે છે.
ગોદાવરી ભેંસ - ભેંસની આ જાતિ ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેની જાળવણીમાં વધુ ખર્ચ થતો નથી અને વર્ષમાં 2000-2050 લીટર સુધી દૂધ મળી રહે છે. તેના દૂધની ગુણવત્તા વખાણવા લાયક છે.
ભદાવરી ભેંસ - આ અનોખી પ્રજાતિ ચંબલ, બેટવા અને યમુના નદીની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે, જે 365 દિવસમાં 1600-1800 લિટર દૂધ ઉત્પાદન આપે છે. તેના દૂધમાંથી બનેલું ઘી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જાફરાબાદી ભેંસ - મજબૂત બાંધેલી જાફરાબાદી ભેંસને ગીર ભેંસ પણ કહેવામાં આવે છે, જે એક વર્ષમાં 1800-2900 લિટર દૂધ આપે છે. તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ જોવા મળે છે.