શોધખોળ કરો

નવસારી: વિજલપોર નગરપાલિકા દ્વારા કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટી ન હોવાને લઈને જાણો શું કરાઈ કડક કાર્યવાહી ?

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટી ન હોવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

નવસારી: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટી ન હોવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.  હાઇરાઇઝ ઈમારતોમાં ફાયર સેફટી ન લગાવનાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.  કચેરીથી સૂચના મળતા શહેરમાં બહુમાળી કોમર્શિયલ ઇમારતોમાં દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

વિજલપોર પાલિકા દ્વારા ફાયર સેફટી લગાવવા માટે વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી.  શહેરમાં આવેલી જુદી-જુદી ઈમારતોમાં દુકાન સીલ કરવામાં આવી છે. નવસારી શહેરમાં 30થી વધુ એવી ઈમારતો છે જેમણે ફાયર NOC હજી સુધી નથી લીધું. જેને લઈને પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય નિયામકની અચાનક મુલાકાત, અનેક ચોંકાવનારી બાબત સામે આવી

ઉના સરકારી હોસ્પિટલની આરોગ્ય નિયામક દ્વારા અચાનક જ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સફાઈ, કેમીકલ તેમજ દર્દીનાં તકીયા ચાદર, પગાર બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા હતા. ગીતાનો 11મો અધ્યાય વાંચી લેવા જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 70થી વધુ ગામના લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે.  ઉના તાલુકો એટલે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટો તાલુકો અને વસ્તીની ગીચતા પણ એટલીજ છે. નજીક માં પ્રવાસન સ્થળ દીવ અને તુલસીશ્યામ જેવા સ્થળો પણ આવેલા છે. જેથી બહાર થી આવતા યાત્રીઓ પણ આકસ્મિક ઘટનામાં પ્રવાસીઓ પણ આજ સરકારી હોસ્પિટલ નો ઉપયોગ કરતા હોય છે. 

ઉનાની આલીશાન અને મોટી ઇમારત જોઈ લાગશે કે અહી દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. પરંતુ નહિ!. આ ઉના તાલુકાની સરકારી હોસ્પિટલની આજે પોલ ખુલી પડી છે. કારણ કે ભાવનગરથી આરોગ્ય નિયામકે અચાનક આ હોસ્પિટલની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી. 

ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ કથળેલી હોવાના કારણે દુર દુરનાં વિસ્તાર માંથી આવતાં દર્દી ઓને સારવાર બાબતે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુરતું ધ્યાન નહીં અપાતા તેમજ સફાઈ, પાણી, દર્દીનાં પલંગ, ગાદલા, ઓછાડ, તકીયા તેમજ સારવારમાં આવતાં દર્દી માટે કામ કરતાં કર્મચારીને જોતાં કેમીકલ પેડ તેમજ દવા સહિતના જરૂરીયાત મુજબ સાધન સામગ્રી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ખરીદી કરાતી નહીં હોવાની ફરીયાદો કર્મચારીઓ દ્વારા થતાં ભાવનગરના આરોગ્ય તબીબ નિયામક ડો મનિષ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવતા જાહેરમાં ઉના સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ જય પાધરેસાને ખખડાવી નાખીને ગીતાના અધ્યાયનાં અગિયારનાં પાઠ વાંચન કરવા શીખ આપી હતી. અને ઉના સરકારી હોસ્પિટલમાં તમામ કર્મચારીઓની હાજરીમાં અધિક્ષક જય પાધરેસાને ગીતાના 11માં અધ્યાયનુ જ્ઞાન આપતાં જણાવ્યું હતું કે મનુષ્યના પીઠ પાછળ બોલાયેલા શબ્દો મૃત્યુ કરતાં વધુ ખરાબ છે. આ શબ્દો દર્દી અને કર્મચારી તમારા માટે બોલે છે ભગવાન બધું જોવે છે અહીં પૈસા કમાવવા મુક્યાં નથી. આટલામાં સમજી જવાનું જાહેરમાં અપમાનિત કરવું વ્યાજબી નથી આવાં  શબ્દ પ્રયોગ નિયામકે કહ્યાં હતાં.

ઉના તાલુકાના આજુબાજુના 70 ગામ તેમજ શહેરી વિસ્તારના લોકોનાં આરોગ્ય સેવાઓ તેમજ ડીલેવરી, એમ એલસી કેસ અને નાના મોટાં રોગોની માટે દરરોજ 200 જેટલાં દર્દીઓથી ઉભરાતી સિવિલ હોસ્પિટલનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અધિક્ષક જય પાધરેસા નિમણૂંક કરવામાં આવ્યા છે.  તે પછી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ કથળેલી હોવાથી અગાઉ પણ ભાવનગર આરોગ્ય નિયામકે  ચેકીંગ દરમ્યાન સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ કોઈ સુધારાઓ નહીં કરાતાં નિયામક ડો. મનિષ અધિક્ષક સહિત નર્સ સ્ટફા ને પણ જાહેરમાં ઉધડા લીધા હતા. કારણ કે પછાત ઉના તાલુકાની મહિલાઓ સરકારી હોસ્પિટલ માં ડિલિવરી માટે આવતી હોય ત્યાં પણ સ્વચ્છતા ન હોય અને સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા ખર્ચતી હોવા છતાં દર્દીઓને સુવિધા મળતી નથી ત્યારે તમામ સ્ટાફ ને ઉઘડા લીધા હતા.

નિયામકની અચાનક મુલાકાત દરમિયાન ઈમરજન્સી વોર્ડમાં પડદા તેમજ ટેબલ પર ચાદર તકીયા નહી હોવાનું તેમજ ગંદકીથી ખદબદતા રૂમ આડેધડ પડેલા માલસામાન અને કર્મચારી સ્ટાફને જરૂર જોતા કેમીકલ દવા પેડ જેવી ચીજવસ્તુ નહીં હોવાનું જોવા મળતાં અને આવી વસ્તુઓ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેમ છતાં ખરીદી નહીં કરાતી હોવાની કર્મચારીઓએ ફરીયાદ કરી હતી. આ બાબતે અધિક્ષક એ પોતાનાં બચાવમાં આવી ખરીદી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવું જણાવતા નિયામક એ અધિક્ષકની સત્તા અને નિયમો સમજાવતા આવી સામાન્ય ખરીદી ટેન્ડરની કોઈ જરૂરિયાત રહેતી નથી. તેમ જણાવીને ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ આ મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીના પગાર પણ બે માસથી કરાયાં નથી. 35 કિ મી દુર થી રૂ.7 હજાર પગારમાં સફાઈ કામદાર કામ કરવા ઉના હોસ્પિટલમાં આવતાં હોય તેવાં નાનાં રોજમદારોનાં પગાર બાબતે પણ ફરીયાદો ઉઠી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

US Bar Mass Shooting : અમેરિકાના સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા
Pakistan-Afghanistan Conflict : અફઘાનિસ્થાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
Bardhaman Railway Station : પ.બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર ભાગદોડ, 6થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Dahod News: દાહોદના લીમખેડાની ઘટના, ખોટો મરણનો દાખલો બનાવી જમીન પચાવી પાડી?
Hun To Bolish : હું તો બોલીશ : ભાગો સિંહ આવ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
Women's WC: ઓસ્ટ્રેલિયા સામે હાર પછી હવે સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? આ છે સમીકરણ
Women's WC: ઓસ્ટ્રેલિયા સામે હાર પછી હવે સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? આ છે સમીકરણ
Stock Market News:શેર માર્કેટ ધડામ,સેંસેક્સ 451 અંક ટૂટ્યો, તો નિફ્ટી  50 પર લાલમલાલ
Stock Market News:શેર માર્કેટ ધડામ,સેંસેક્સ 451 અંક ટૂટ્યો, તો નિફ્ટી 50 પર લાલમલાલ
'યુદ્ધ નહીં રોકાય તો યુક્રેનને આપીશ ટોમહૉક મિસાઈલ...' , ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ધમકી
'યુદ્ધ નહીં રોકાય તો યુક્રેનને આપીશ ટોમહૉક મિસાઈલ...' , ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ધમકી
Embed widget