શોધખોળ કરો

પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબતા મોત, બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિફિન આપવા ગઈ હતી

પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. વ્હાલસોયીના મોતથી મૃતકોના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sabarkantha News: રાજ્યમાં છેલ્લા અમુક દિવસોમાં તળાવમાં ડૂબી જવાથી લોકોના મૃત્યુના બનાવ વધી ગયા છે. ભાવનગર, વડોદરા બાદ સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકીના મોત થયા હતા. બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિકિન આપવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. મૃતક ત્રણેય બાળકી ઘડી ચાર રસ્તે GEB પાસે છાપરામાં રહેતી હતી. સ્થાનિકો અને પરિવારના સભ્યોએ ડૂબી ગયેલી દીકરીઓને બહાર કાઢી હતી. જે બાદ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. વ્હાલસોયીના મોતથી મૃતકોના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં  ઘડી ગામની ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોને જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિકો અને ફાયરના જવાનોએ આ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યાં હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.  

પ્રાંતિજના મહાદેવપુરા પાસે તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબતા મોત, બકરા ચરાવવા ગયેલા ભાઈને ટિફિન આપવા ગઈ હતી

આ પહેલા ભાવનગરના બોરતળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતાં 4ના મોત નિપજ્યાં છે.. બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં ડૂબી જતાં એક બાળકી અને ત્રણ કિશોરીઓના મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે.   બોરતળાવ ખાતે પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક બાળકી પાણી પડી જતાં ડૂબવા લાગી હતી. જેથી તેણે બૂમાબૂમ કરતા અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે પાણીમાં પડી હતી. જે બાદ તેઓ પણ ડૂબવા લાગી હતી અને બૂમા બૂમ કરી રહી હતી. તેઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ તમામ બાળકી અને કિશોરીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ 17), રાશિબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 9), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ 12), કોમલબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 13)ને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલBhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રીRajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર

'AAP' પર નિશાન સાધતા દિલ્હી ભાજપે શેર કરી ખાડાવાળા રસ્તાની એડિટેડ તસવીર

Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન

શું e-PAN Card ડાઉનલોડ કરવા માટે તમને આવ્યો છે કોઇ ઈ-મેલ? સ્કેમર્સ આ રીતે લગાવી રહ્યા છે ચૂનો

Embed widget