શોધખોળ કરો

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન

Gujarat Rain:ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શકયતા નહિવત છે. જો કે ક્યાં કોઇ જગ્યા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા નવસારી, વલસાડમાં પડી શકે છે.

Gujarat Rain: નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગરબા આયોજકો અને ખેલૈયા નવરાત્રિના સેલિબ્રેશનને લઇને ચિતિત છે. ત્યારે જાણીએ  3 ઓક્ટરથી રાજ્યમાં  હવામાન કેવું રહેશે. હવામાનના મોડલ અને હવામાન નિષ્ણાતના આંકલન મુજબ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની શકયતા નહિવત છે પરંતુ પોસ્ટ મોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે  રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. છૂટછવાયા હળવા ઝાપટા સિવાય ભારે વરસાદની શક્યતા નથી.

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે હાલના હવામાન વિભાગના મોડલની સ્થિતિને જોતા કહી શકાય કે,  ઓક્ટોબર બાદ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે અને સંપુર્ણ વરસાદ બંધ થઇ જશે. હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી હવે કોઇ સિસ્ટમ સર્જાઇ થાય તેવી શકયતા નહિવત છે.  ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં નવરાત્રિનું સેલિબ્રેશન નવ દિવસ ઘૂમધામથી થાય છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.

હાલ જે સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યલેશન અત્યારે મધ્યપ્રદેશ પર  છે તે ઉત્તર ભારત તરફ જશે એટલે રાજ્યથી વરસાદ વિદા.ય લેશે અને  વરસાદ ઘટી જશે.મોટાભાગે 30 તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં  ઘટી જશે. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટબરની શરૂઆતમાં લગભગ રાજ્યમાંથી ચોમાસુ વિધિવત વિદાય લેશે.  2 ઓક્ટોબર બાદ ગુજરાતના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વલસાડ નવસારીમાં ડાંગમાં વરસાદ પોસ્ટ મોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે થઇ શકે છે. બાકીના વિસ્તારમાં 2 ઓક્ટોબર બાદ વરસાદની નહિવત શકયતા છે.

હાલ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.  ભાવનગર, અમરેલી પોરબંદર, બોટાદ,  કચ્છ,જૂનાગઢ, સરેન્દ્રનગર,દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે.  હવામાનના મોડલ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ વિદાય લેશે. 1થી 2 ઓક્ટોબરે વલસાડ નવસારીમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે થોડો વરસાદ વરસી શકે બાકી વરસાદની શક્યતા નહિવત છે.

ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા ખાબક્યો  છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 142.12 ટકા વરસાદ વરસ્યો છે.ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 113.07 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે,       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget