Accident: તળાવમાં બસ ખાબકતા સર્જાયો ભંયકર અકસ્માત, 17 લોકોના મોત, 35થી વધુ ઘાયલ
પ્રવાસીઓથી ભરેલી બસ તળાવમાં ખાબકતા 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે તો 35થી વધુ લોકો ઘાયલ થયા છે.
Accident:બાંગ્લાદેશના ઝાલાકાઠી ઉપજિલ્લાના છત્રકાંડા વિસ્તારમાં શનિવારે એક બસ તળાવમાં પડતાં ત્રણ બાળકો સહિત 17 લોકોનાં મોત થયાં હતાં અને 35 લોકો ઘાયલ થયાં છે.
"બશર સ્મૃતિ પરીબાહન" ની બરીશાલ જતી બસ તેની 52 ની ક્ષમતા સામે 60 થી વધુ મુસાફરોને લઈને પીરોજપુરના ભંડારિયાથી સવારે 9:00 વાગ્યે નીકળી હતી અને લગભગ 10:00 વાગ્યે બરીશાલ-ખુલના હાઈવે પર છત્રકાંડા નજીક તળાવમાં પડી હતી.
અકસ્માતમાં બચી ગયેલા મોહમ્મદ મોમિને કહ્યું, "હું ભંડારિયાથી બસમાં ચડ્યો હતો. બસ મુસાફરોથી ભરેલી હતી. તેમાંથી કેટલાક તો ઉભા હતા. મેં ડ્રાઈવરને સુપરવાઈઝર સાથે વાત કરતા જોયો. અચાનક બસ રોડ પરથી સ્લીપ થઇ ગઇ અને તળાવમાં ખાબકતાં અકસ્માત થયો."
બસમાં પ્રવાસ કરનાર મોમિને કહ્યું, "બધા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. ભીડને કારણે બસ તરત જ ડૂબી ગઈ હતી. હું કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો."
બારિશલ ડિવિઝનલ કમિશનર એમડી શૌકત અલીએ પુષ્ટિ કરી કે તમામ 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને બાકીના ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મોટાભાગના પીડિતો પીરોજપુરના ભંડારિયા ઉપજિલ્લા અને ઝાલકાઠીના રાજાપુર વિસ્તારના રહેવાસી છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ
Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી
Join Our Official Telegram Channel
https://t.me/abpasmitaofficial