શોધખોળ કરો
પિઝ્ઝા ડિલીવરી બૉય કોરોના પૉઝિટીવ હોવા છતાં બેદરકારી રાખી કરતો હતો ડ્યૂટી, 72 લોકોને કરાયા ક્વૉરન્ટાઇન
ખાસ વાત છે કે, બૂથ સ્તર પર એ જાણવાની કોશિશ કરાઇ રહી છે, આ પિઝ્ઝા ડિલીવરી બૉય 72 લોકો સિવાય કોના કોના સંપર્કમાં આવ્યો હતો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક પિઝ્ઝા ડિલીવરી બૉયની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પિઝ્ઝા ડિલીવરી બૉયની બેદરકારીથી 72 કસ્ટમરોને ક્વૉરન્ટાઇન થવાનો વારો આવ્યો છે. આ પિઝ્ઝા ડિલીવરી બૉયને કોરોના પૉઝિટીવ હતો.
દિલ્હીના પિઝ્ઝા ડિલીવરી બૉયને કોરોના પૉઝિટીવ હોવા છતાં તેને સાઉથ દિલ્હીના હૌઝ ખાસ અને માલવીય નગરના 72 લોકોને ચેપ લગાડ્યો હતો. અધિકારીઓએ પિઝ્ઝા ડિલીવરી બૉયની ડિટેલ નથી શેર કરી. પણ આ શખ્સ કોરોના પૉઝિટીવ નીકળતા અધિકારીઓમાં અફડાતફડી મચી ગઇ હતી.
સુત્રો અનુસાર, આ પિઝ્ઝા ડિલીવરી બૉય માર્ચના અંત સુધી ડ્યૂટી પર હતો, અને ગયા અઠવાડિયે આનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. જોકે અધિકારીઓનુ કહેવુ છે કે, આ પહેલા તેને ડાયાલિસીસ માટે હૉસ્પીટલ લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને ચેપ લાગ્યો હતો.
ખાસ વાત છે કે, બૂથ સ્તર પર એ જાણવાની કોશિશ કરાઇ રહી છે, આ પિઝ્ઝા ડિલીવરી બૉય 72 લોકો સિવાય કોના કોના સંપર્કમાં આવ્યો હતો.
લૉકડાઉન દરમિયાન હાલ ભોજન અને કરિયાણાના સામાનની હૉમ ડિલીવરીની અનુમતી છે, ત્યારે આવી બેદરકારી અનેકનો ભોગ લઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
