શહેરમાં બે રૂપિયા માટે થયો જોરદાર ઝઘડો, એકે તેજાબ ફેંક્યુ ને પછી..............
પોલીસ અનુસાર, શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય ખ્વાઝા ચૌકી વિસ્તારની ખાસપુરા ઠાકુર ગલીમાં એક બાળક પાડોશી દુકાનદાર સફરુદ્દીન પાસે પાંચ રૂપિયાની ટૂથપેસ્ટ લેવા ગયો.
Agra News: આગરાના પોલીસ સ્ટેશન શાહગંજ વિસ્તારમાં આવેલા સરાય ખ્વાઝામાં એક વિચિત્ર લડાઇનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે રૂપિયાને લઇને એટલો મોટો ઝઘડો થઇ ગયો કે એક પક્ષે બીજા પક્ષની ઉપર એસિડ એટેક કરી દીધો. દૂર્ઘટનામાં એક યુવક અને એક યુવતી ઘાયલ થઇ ગયા છે.
પોલીસ અનુસાર, શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય ખ્વાઝા ચૌકી વિસ્તારની ખાસપુરા ઠાકુર ગલીમાં એક બાળક પાડોશી દુકાનદાર સફરુદ્દીન પાસે પાંચ રૂપિયાની ટૂથપેસ્ટ લેવા ગયો. આના પર દુકાનદારે તેને શેમ્પૂના પહેલાના ઉધાર બે રૂપિયા આપવાનુ કહ્યું, અને તેને સામાન ના આપ્યો. આ વાત પર બન્ને પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થઇ ગયો. પછી બાળક ઘરેથી દસ રૂપિયા લઇને આવ્યો અને ઉધારના બે રૂપિયા ચૂકવીને આઠ રૂપિયા પાછા લઇ લીધા.
હૉસ્પીટલમાં ભરતી કરાવાયા
પોલીસ અનુસાર, પરંતુ જ્યારે તે બાળક ફરીથી દુકાનદાર પાસે સામાન લેવા માટે ગયો તો દુકાનદારે ગાળાગાળી કરી. આના પર બન્ને પક્ષોમાં જબરદસ્ત ઝઘડો થઇ ગયો. આના પર સફરુદ્દીનના દીકરાએ શૌચાલય સાફ કરવાના એસિડની બોટલ ફેંકી જે દિવાલ સાથે ટકરાઇને ફાટી ગઇ. દૂર્ઘટનામાં સફરુદ્દીનનો દીકરો અને બીજા પક્ષની દીકરી રૂબીના ઘાયલ થઇ ગઇ. બન્નેને હૉસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસ કરી રહી છે તપાસ
પોલીસ આ ઘટનાને ભૂલથી ઘટેલી ઘટના બતાવી રહી છે. જોકે આ સંબંધમાં પોલીસ સ્ટેશન શાહગંજ ઇન્સ્પેક્ટર જસવીર સિંહનુ કહેવુ છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દુકાનદારની પાસે જો એસિડ વેચવાનો લાયસન્સ ના નીકળ્યુ તો કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ