Bengal Ram Navami Violence: પશ્વિમ બંગાળમાં થયેલી રામનવમી હિંસાની તપાસ કરશે NIA, કલકત્તા હાઇકોર્ટે આપ્યો આદેશ
પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર 30 માર્ચથી હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી

West Bengal Violence: કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં રામ નવમી દરમિયાન થયેલી હિંસાની NIA દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, આગચંપી અને મારામારીની ઘટનાઓ સામે આવી હતી. પોલીસના વાહનો, દુકાનો અને જાહેર પરિવહનના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
Calcutta High Court transfers the probe in the violence that broke out during Ram Navami in Howrah and Dalkhola districts and other parts of West Bengal to the NIA pic.twitter.com/11R0WVJAlg
— ANI (@ANI) April 27, 2023
પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર 30 માર્ચથી હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારપછીના દિવસોમાં હાવડા અને રિસડા સિવાય પણ ઘણી જગ્યાએ શોભા યાત્રા દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. ભીડને શાંત કરવા અને વિખેરવા માટે સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ મામલે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ટીએમસી અને બીજેપી બંનેએ એકબીજા પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
2 અઠવાડિયામાં NIAને તમામ દસ્તાવેજો સોંપવાનો આદેશ
એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય પોલીસને 2 અઠવાડિયાની અંદર તપાસ, FIR અને CCTV ફૂટેજ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર થયેલી હિંસાની NIA તપાસની માંગ કરતી પીઆઈએલ દાખલ કરી હતી.
NIA આ કેસની તપાસ ક્યારે શરૂ કરશે
કેન્દ્ર સરકાર પાસેથી NOC મળ્યા બાદ NIA કેસની તપાસ શરૂ કરશે. શહેરમાં રામ નવમીની ઉજવણીમાં હિંસાને પગલે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. હાવડા, ખડગપુર, બેરકપુર, ભદ્રેશ્વર, સિલીગુડી અને આસનસોલમાં હજારો લોકોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ પરવાનગી હોવા છતાં પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામ નવમીના શોભાયાત્રાઓ પર બદમાશોએ હુમલો કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદની નોંધ લીધા પછી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.
'આયુર્વેદિક ડૉક્ટરો MBBS જેટલા પગારનો દાવો કરી શકે નહીં', સુપ્રીમ કોર્ટે કહ્યું- બંનેનું કામ અલગ-અલગ છે
Supreme Court On Ayurved Doctors: સુપ્રીમ કોર્ટે બુધવારે (26 એપ્રિલ) MBBS અને આયુર્વેદ ડોકટરોના પગારના મુદ્દા પર મોટી ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આયુર્વેદિક અને અન્ય વૈકલ્પિક તબીબી પ્રણાલીના ડૉક્ટરોને એલોપેથિક ડૉક્ટરો જેટલો જ પગાર અને સુવિધાઓનો હકદાર ગણી શકાય નહીં. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે 2012માં ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લીધી છે.
હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આયુર્વેદિક ડોકટરોને પણ સરકારી એમબીબીએસ ડોકટરો જેટલો જ પગાર અને અન્ય સુવિધાઓનો હકદાર ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને સંજય મિથલની ખંડપીઠે કહ્યું છે કે, અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આયુર્વેદિક ડૉક્ટરોનું કામ ઓછું મહત્વનું છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ખંડપીઠે કહ્યું, "તેઓ લોકોને પોતાની રીતે સારવાર પણ આપે છે, પરંતુ તેમનું કામ એમબીબીએસ ડોકટરો જેવું નથી. એમબીબીએસ ડોકટરો સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓમાં પણ નિષ્ણાત ડોકટરોની મદદ કરે છે. તેથી, બંને પ્રકારના ડોકટરો એક સમાન સ્તર પર મૂકી શકાતું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
