શોધખોળ કરો

PM Modi Cabinet: નીતિન ગડકરીને મોદી સરકારમાં મળ્યું આ ખાતું, જાણો તેમની રાજકીય સફર

PM Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે મંત્રાલયોની વહેંચણી કરી છે. વરિષ્ઠ મંત્રીઓને ગત વખતની જેમ જ સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ ગૃહ પ્રધાન રહેશે જ્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન રહેશે.

PM Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે મંત્રાલયોની વહેંચણી કરી છે. વરિષ્ઠ મંત્રીઓને ગત વખતની જેમ જ સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ ગૃહ પ્રધાન રહેશે જ્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન રહેશે. આ સિવાય ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હશે. તેમને અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાના રૂપમાં રાજ્યકક્ષાના બે મંત્રી પણ આપવામાં આવ્યા છે. નીતિન ગડકરીને ફરીથી આ મંત્રાલય મળવું મહત્વપૂર્ણ છે. કારણ કે એવી ચર્ચા હતી કે TDP અને JDU પણ આ મંત્રાલય પર દાવો કરી રહ્યા છે. નીતિન ગડકરી તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન માર્ગ પરિવહન મંત્રી તરીકે પ્રખ્યાત રહ્યા છે.

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. 

મહારાષ્ટ્રની સૌથી ચર્ચિત નાગપુર સીટ પર કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી મેદાનમાં હતા. આ બેઠક પર તેમની જીત થઈ હતી. મોદીમંત્રી મંડળમાં નીતિન ગડકરીનો સમાવાશે કરવામાં આવ્યો છે. નીતિન ગડકરી ફરી એક વખત મંત્રી બન્યા છે.  ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે જીત મેળવી હતી. 

2019ની ચૂંટણી 

2019માં નીતિન ગડકરીએ બીજી વખત આ સીટ જીતી હતી. ગડકરીએ કોંગ્રેસના નાના પટોલેને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ગડકરીને 6 લાખ 60 હજાર વોટ મળ્યા હતા. જ્યારે પટોલેને 4 લાખ 44 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહમ્મદ જમાલ ત્રીજા સ્થાને છે. જેમને 32 હજારથી ઓછા મત મળ્યા હતા.

2014ની ચૂંટણી

2014માં ગડકરી આ સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. તેમને 5 લાખ 87 હજાર મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વિલાસ મુત્તેમવારને લગભગ 3 લાખ 3 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહન ગાયકવાડને લગભગ એક લાખ વોટ મળ્યા ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ સીટના ઈતિહાસની વાત કરીએ તો 2014 સુધી નાગપુર લોકસભા સીટ બન્યા બાદ ભાજપે માત્ર એક જ વખત આ સીટ જીતી હતી. બનવારીલાલ પુરોહિત 1996ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપ તરફથી જીત્યા હતા. પરંતુ 1998માં ફરી ભાજપને કોંગ્રેસે હાર આપી હતી. તે પછી નીતિન ગડકરીએ આવીને આ સીટ પર ભાજપનો દુકાળ ખતમ કર્યો.

નાગપુર બેઠકના સમીકરણો

સંતરા ઉપરાંત, નાગપુર દેશમાં પણ પ્રખ્યાત છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય અહીં આવેલું છે. RSSની સ્થાપના 99 વર્ષ પહેલા થઈ હતી. પછી કેશવ બલિરામ હેડગેવારે તેમના શહેર નાગપુરને તેમના મુખ્ય મથક તરીકે પસંદ કર્યું. આમ છતાં 2014 પહેલા આ સીટ પર ભાજપનુ વર્ચસ્વ ક્યારેય નહોતું. 1999 સુધી ખાતું પણ ખોલવામાં આવ્યું ન હતું. પરંતુ જ્યારથી આરએસએસના ફેવરિટ ગણાતા ગડકરી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે ત્યારથી ભાજપ હાર્યું નથી.

આ ચૂંટણીની વાત કરીએ તો આ વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે વિપક્ષો એકઠા થયેલા જોવા મળ્યા હતા.  જે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. ઈન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના વિકાસ ઠાકરે મેદાનમાં હતા. જેમને સહયોગી પક્ષો, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનું સમર્થન મળ્યું હતું. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીએ પણ તેમને ટેકો જાહેર કર્યો હતો. આ સિવાય AIMIMએ પણ નાગપુરથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget