શોધખોળ કરો
મોદી સરકારે લીધો મોટો નિર્ણય, કોને કોને બહાર નિકળીને પ્રવાસ કરવાની આપી છૂટ, જાણો વિગત
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે, કામદારો તેમજ અન્ય લોકોને લાવવા લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બીજા તબક્કાનું લોકડાઉન 3 મેના રોજ પૂરું થાય તે પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે લોકો લોકડાઉન દરમિયાન ફસાયા હોય તેમને હવે તેમના ઘરે કે વતન પરત જવા દેવાની છૂટ શરતો સાથે આપવામાં આવશે. કેન્દ્ર સરકારે લોકડાઉ દરમિયાન ફસાયેલા લોકોને પ્રવાસની છૂટ આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા આદેશમાં જણાવ્યું છે કે, પર્યટકો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરીત કામદારો અન્ય રાજ્યોમાં ફસાયા છે તેમને હવે પોતાના ઘરે અને રાજ્યમાં જવા દેવાની છૂટ આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરને જે લોકો ફસાયા હોય તેમને પોતાના મૂળ સ્થળે પહોંચવાની જવાબદારી સોપવામાં આવે. જે લોકો વતન કે ઘરે જવા માગતા હોય તેમનું યોગ્ય રીતે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને તેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણો ન દેખાય તો જ તેમને અન્ય રાજ્યોમાં જવા દેવાની છૂટ આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે, કામદારો તેમજ અન્ય લોકોને લાવવા લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. આ પ્રક્રિયા માટે રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે. લોકોના આવવા જવા માટેના યોગ્ય ધારા ધોરણ નક્કી કરવાના રહેશે. સ્વાસ્થ્ય ચેકઅપના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
