શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો કહેરઃ 11 રાજ્યના 34 જિલ્લામાં કોરોનાની ગતિ વધી, ગુજરાતના ચાર જિલ્લાનો પણ સમાવેશ
કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના 1 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
દેશમાં છેલ્લા 10 દિવસમાં 11 રાજ્યના 34 જિલ્લામાં કોરોનાના સંક્રમણની ઝડપ બમણી થયાનો IISCના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના ચાર જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી હોવાનો બેંગલોર સ્થિત ઈંડિયન ઈંસ્ટિટ્યુટ ઓફ સાયંસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.
IISCના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભારતમાં કોરોનાનો વાયરસ અગાઉ કરતા વધુ ઝડપથી સ્વરૂપ બદલી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ બેંગ્લોરના ત્રણ દર્દીના સેમ્પલના પરિક્ષણ કરતા સામે આવ્યું કે જિનોમ સિક્વન્સિંગમાં દરેક સેમ્પલમાંથી કોરોના વાઈરસના 11થી વધુ મ્યુટેશન મળી આવ્યા છે.
કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના 1 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તો છેલ્લા 10 દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 23 હજાર 358નો વધારો નોંધાયો છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં કોરોનાના સંક્રમણના કેસોમાં 7 ટકાનો વધારો થયાનો પણ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.
નોંધનીય છે કે, 5 માર્ચ એટલે કે ગઈકાલે રાજ્યમાં 515 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4413 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 264969 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion