શોધખોળ કરો
Advertisement
ગાઝિયાબાદમાં બે બાળકોનું ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પતિ-પત્ની અને એક મહિલાએ 8માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
ઈન્દિરાપુરમના વૈભવ ખંડમાં એક દંપતિએ પોતાના બે બાળકોની હત્યા કરી સોસાયટીના 8માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
ગાઝિયાબાદ: દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈન્દિરાપુરમના વૈભવ ખંડમાં એક દંપતિએ પોતાના બે બાળકોની હત્યા કરી સોસાયટીના 8માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
પતિ-પત્ની અને એક મહિલાએ શંકાસ્પદ પરિસ્થિતિમાં એપાર્ટમેન્ટમાંથી કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં પતિ અને બે મહિલાઓમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક મહિલાની હાલત ગંભીર છે. કૂદતા પહેલાં પતિ અને બંને મહિલાઓ પોતાના બંને બાળકોનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનું કહેવું છે કે, ઘરેલું કલેશ અને પૈસાની તંગીના લીધે આત્મહત્યા કરી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.
પોલીસ સુત્રો પ્રમાણે, દંપતિની સાથે એક બીજી મહિલા પણ બિલ્ડિંગમાંથી કૂદી હતી જેનું મોત નિપજ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ સ્થળ પર પહોંચીને કેસની તપાસ કરી રહી છે.
આ ઘટનામાં એક મહિલાની સ્થિતિ ગંભીર છે. આ દર્દનાક ઘટના બાદ પૂરા ઈન્દિરાપુરમમાં સન્નાટો છલાઈ ગયો હતો. જોરે આ પહેલાં પણ એક આવી જ ઘટના સામે આવી હતી જેમાં પારિવારિક વિવાદમાં સૂતા સમયે એક શખ્સે પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરા અને બે જોડકાં દીકરીઓની ચપ્પુથી રહેંસીને હત્યા કરી નાખી હતી.
વૈભવ ખંડમાં હૃદય કંપાવનારી ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી છે. મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટના આજે વહેલી સવારે સવારે 5 વાગ્યે બની છે. એપાર્ટમેન્ટના ગાર્ડે પોલીસને આ ઘટના અંગે માહિતી આપી હતી. વૈભવ ખંડના કૃષ્ણા સફાયર એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ લોકોએ છલાંગ લગાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement