શોધખોળ કરો
Advertisement
Covid-19: ભારતમાં 1 લાખ 12 હજારથી વધુ કેસ, 3435 મોત,રિકવરી રેટ 40.32 ટકા
કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતમાં હાલ 1,12,359 દર્દીઓ છે, જેમાંથી 45,299 દર્દી સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતમાં હાલ 1,12,359 દર્દીઓ છે, જેમાંથી 45,299 દર્દી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 5609 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 132 દર્દીઓના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો સ્વસ્થ થવાનો રિકવરી રેટ 40.32 ટકા છે.
ભારતમાં આ સમયે 63,624 એક્ટિવ દર્દીઓ છે. જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમાંથી માત્ર 2.94 ટકા દર્દી આઈસીયૂમાં છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં દેશમાં 3435 દર્દીઓના મોત થયા છે. આ સમયે ભારતમાં મોર્ટાલિટી રેટ એટલે કે સંક્રમણથી મોતની ટકાવારી 3.06 ટકા છે જ્યારે દુનિયામાં 6.64 ટકા છે.
ભારતમાં જે દર્દીઓના આ વાયરસના સંક્રમણી મોત થયા તેમાં 64 ટકા પુરૂષો છે જ્યારે 36 ટકા મહિલાઓ છે.
- 0.5 ટકા દર્દી 15 વર્ષથી ઓછી ઉંમરના હતા.
- 2.5 ટકા દર્દીઓ 15-30 વર્ષના હતા.
- જ્યારે 11.4 ટકા દર્દી 30-45 વર્ષના હતા.
- 35.1 ટકા દર્દી જેમનું આ સંક્રમણના કારણે મોત થયું તેઓ 45-60 વર્ષના હતા.
- 50.5 ટકા દર્દી 60 વર્ષથી વધુ ઉંમરના હતા જેમનું સંક્રમણથી મોત થયું છે.
- 73 ટકા દર્દી જેમનું સંક્રમણથી મોત થયા છે તેમને પહેલાથી જ કોઈ બીમારી હતી.
દેશમાં આ સમયે 555 લેબ છે જેમાં 391 સરકારી અને 164 પ્રાઈવેટ લેબ છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો 26,15,920 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,03,532 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement