Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા.
LIVE

Background
Arvind Kejriwal Road Show: 'દેશને તાનાશાહીથી બચાવવાો છે', CM કેજરીવાલ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું તમારી વચ્ચે પાછા આવીને ખૂબ જ ખુશ છું. આપણે સાથે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તેમણે કહ્યું કે હું મારી પૂરી તાકાતથી લડીશ, મને દેશના 140 કરોડ લોકોના સમર્થનની જરૂર છે.
Arvind Kejriwal Road Show: 'PM મોદી આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે', CM કેજરીવાલ
સીએમ કેજરીવાલે ભાજપને પ્રશ્ન પૂછ્યો કે તમારા વડાપ્રધાન કોણ હશે ? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી પીએમ બનશે, પરંતુ ના, આવતા વર્ષે મોદી 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલા લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી નિવૃત્ત થયા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને છે તો ગૃહમંત્રી અમિત શાહ દેશના પીએમ બની શકે છે.
Arvind Kejriwal Road Show: 'તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવા માંગે છે', CM કેજરીવાલ
સીએમ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. પીએમ મોદી વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે.
Arvind Kejriwal Live Updates: 'PM મોદીએ AAPને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી', CM કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું જેલમાંથી સીધો તમારી વચ્ચે આવ્યો છું. હું અને મારી પત્ની હનુમાન મંદિરે ગયા હતા અને દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી.
Arvind Kejriwal Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા
Arvind Kejriwal Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં અહીં મીડિયાને સંબોધિત કરવાના છે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
