5G નેટવર્ક: દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી ફગાવી, 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
5G ટેકનીક સામે અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દિધી છે અને સાથે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે આ અરજી પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.
અભિનેત્રી જૂહી ચાલવા દ્વારા 5G વાયરલેસ નેટવર્કને લાગુ કરવા વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી. કોર્ટે જૂહીની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત કર્યો છે. 5G ટેકનીક સામે અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દિધી છે અને સાથે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે આ અરજી પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી અને એ જ કારણે જૂહી ચાવલાએ સુનાવણીની લિંક પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
કોર્ટે દિલ્હી પોલીસને પણ નિર્દેશ આપ્યા છે કે કોર્ટની ગત સુનાવણી દરમિયન જોર જોરથી ગીત ગાનારા શખ્સ સામે પણ કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવે.
દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાની અરજી ફગાવતા કહ્યું કે અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કર્યો અને આજ કારણે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
સુનાવણી વખતે જૂહીના વકીલ દિપક ખોસલાએ કહ્યું કે સીપીસીના સેક્શન 80 હેઠળ આ મામલાને ન જોવામાં આવે. જ્યારે રાજ્ય વિરૂદ્ધ કોઈ સૂટ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. તો 60 દિવસ પહેલા સરકારને નોટિસ આપવામાં આવે છે. પરંતુ જૂહીના વકીલે કહ્યું કે આ મામલો ભારતની જનતા સાથે જોડાયેલો છે. માટે આ મામલામાં સેક્શન 80ને કોર્ટ સુનાવણી વખતે કંસીડર ન કરે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અરજી કરતાએ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને તેમને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું કે પબ્લિસીટી માટે આ અરજી કરાઈ હોય તેવું લાગી રહ્યું છે.
જૂહીની સાથે આ મામલામાં વધુ 2 લોકોએ અરજી દાખલ કરી છે. તેમાંથી એકની તરફથી રજૂઆતમાં કપિલ સિબ્બલે જણાવ્યું કે 5Gને લોન્ચ કરવું સરકારની પોલિસી છે પરંતુ તેને લોન્ચ કરવાથી આર્ટિકલ 14ના ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તેને રદ્દ કરવું જોઈએ. અરજીમાં જૂહી ચાવલાએ માંગ કરી છે કે 5G વાયરલેસ નેટવર્કને દેશમાં લાગૂ કરાવા પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે.