શું PM મોદીએ પઠાણ ફિલ્મના વખાણ કર્યા? વડાપ્રધાનના નિવેદન પર શાહરૂખ ખાનના ફેન્સ થયા ફીદા
આ પહેલા વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો અને નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ બોલિવૂડ સાથે જોડાયેલા લોકો અથવા ફિલ્મો પર કોઈ ટિપ્પણી ન કરે.
PM Modi On Pathaan: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સંસદમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ડિસેમ્બર) લોકસભામાં તેમના ભાષણ દરમિયાન શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું, "શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે."
પીએમ મોદીના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને ફિલ્મ પઠાણ સાથે સીધી રીતે જોડીને જોઈ રહ્યા છે. ખરેખર, ફિલ્મ પઠાણે દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. પઠાણ ફિલ્મને કારણે શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મની રિલીઝ દરમિયાન શ્રીનગરના થિયેટરની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં હાઉસફુલનું બોર્ડ જોવા મળ્યું હતું.
બોલિવૂડ-ભાજપ સાથે જોડાયેલા લોકો કે ફિલ્મો પર ટિપ્પણી ન કરો
આ પહેલા વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો અને નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ બોલિવૂડ સાથે જોડાયેલા લોકો અથવા ફિલ્મો પર કોઈ ટિપ્પણી ન કરે. પીએમ મોદીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેટલાક લોકો ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા હતા અને બહિષ્કાર કરી રહ્યા હતા.
After decades, the Theatres of Srinagar are going Housefull: PM #NarendraModi#ShahRukhKhan with #Pathaan has done unimaginable things. pic.twitter.com/7IlYCsMuJ4
— JUST A FAN. (@iamsrkfan_brk) February 8, 2023
પઠાણે ભારતમાં આટલા કરોડની કમાણી કરી હતી
પીએમ મોદીના આ નિવેદનથી શાહરૂખ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. એક યુઝરે પીએમ મોદીની આ ક્લિપ શેર કરી અને લખ્યું, પઠાણ ફિલ્મને એક કરતા વધારે પ્રેમ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ પઠાણે 15 દિવસમાં જ દુનિયાભરમાં 865 કરોડની કમાણી કરી લીધી છે. ભારતમાં આ કલેક્શન 450 કરોડને પાર કરી ગયું છે.
નોંધનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર રીતસરની ટંકશાળ પાડી છે. અભિનેતાની આ ફિલ્મે કમાણીના મામલે અત્યાર સુધીમાં બાહુબલી સહિતની અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જેને લઈને શાહરૂખ પણ ગદગદ છે. તે ચાહકોનો આભાર માની રહ્યો છે. આ બાબતને લઈને તેણે એક ટ્વિટ પણ કર્યું છે. જે ભારે વાયરલ થયુ છે.
શાહરૂખે તેના ઇન્સ્ટા પરિવારને એક સનકીસ પિક્ચરની જેમ ટ્રીટ કર્યું છે. સુપરસ્ટારે એક સેલ્ફી શેર કરી છે જેમાં તે સફેદ ટી-શર્ટમાં કેમેરાથી દૂર નજરે પડી રહ્યો છે. ડૅશિંગ ચિત્રની સાથે તેણે "the sun shine on Pathaan" માટે તેના ચાહકોનો આભાર માનતી એક સુંદર ટેગલાઈન પણ લખી છે. SRKની નોંધમાં લખ્યું હતું કે, "સૂર્ય એકલો છે....તે બળે છે....અને અંધકારમાંથી બહાર આવીને ફરીથી ચમકે છે. #Pathaan પર સૂર્યને ચમકવા દેવા બદલ તમારો (તમારા) આભાર."