શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર મામલે ચાર આરોપીઓની ધરપકડ
આરોપીઓ વિરુદ્ધ નિર્ભયા એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર થયેલા સામૂહિક બળાત્કાર મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, સાઇબરાબાદ પોલીસે શુક્રવારે કહ્યું કે, આરોપીઓના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ છે. જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ આરિફ છે. પોલીસે કહ્યું કે, આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટ, મહબૂબનગરને સોંપવાની વિનંતી કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ નિર્ભયા એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે પીડિતાની માતાએ તમામ આરોપીઓને જીવતા સળગાવવાની માંગ કરી છે. પરિવારજનોએ કહ્યું કે સાઇબરાબાદ પોલીસ તેમને દોડાવતી રહી. જો તેમણે તત્કાળ કાર્યવાહી કરી હોત તો પીડિતાને બચાવી શકાઇ હોત. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરી ખૂબ માસૂમ હતી. હું ઇચ્છું છું કે દોષિતોને જીવતા સળગાવી દેવામાં આવે.Cyberabad Police on rape and murder of a woman veterinary doctor: Request will be made to handover the case to the fast track court, Mahbubnagar to expedite the prosecution for maximum punishment to the accused persons. #Telangana https://t.co/CBbVV02J0z
— ANI (@ANI) November 29, 2019
પીડિતાની બહેને કહ્યું કે, એક પોલીસ સ્ટેશને બીજા પોલીસ સ્ટેશન જવામાં અમારો ઘણો સમય બરબાદ થઇ ગયો. જો પોલીસે સમય વેડફાવ્યા વિના કાર્યવાહી કરી હોય તો મારી બહેન આજે જીવતી હોત. નોંધનીય છે કે મહિલા ડોક્ટરનો મૃતદેહ હૈદરાબાદ-બેગલુરુ હાઇવે પર મળ્યો હતો. આરોપીઓએ ડોક્ટરની લાશને સળગાવીને ફ્લાઇઓવર નીચે ફેંકી દીધી હતી. વાસ્તવમાં મહિલા ડોક્ટર રાત્રે પોતાના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેની સ્કૂટીમાં પંચર પડ્યુ હતું. દરમિયાન આરોપીઓએ તેને એકલી જોઇને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.Cyberabad Police on rape and murder of a woman veterinary doctor: After investigation four people were taken into custody at Shadnagar police station, their names are Mohammad Areef, Jollu Shiva, Jollu Naveen, and Chintakunta Chennakeshavulu. pic.twitter.com/Yr1BliJX5a
— ANI (@ANI) November 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion