IND vs PAK: પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સૌથી મોટી જીત પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે શું કહ્યુ?
IND Vs PAK Match Wishes: એશિયા કપની સુપર-4 મેચમાં સોમવારે (11 સપ્ટેમ્બર) ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું
IND Vs PAK Match Wishes: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને લોકેશ રાહુલની અણનમ સદી અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી છે. એશિયા કપની સુપર-4 મેચમાં સોમવારે (11 સપ્ટેમ્બર) ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.
આ મેચ રવિવારથી શરૂ થઈ હતી અને વરસાદના કારણે સોમવારે રિઝર્વ ડે પર પણ ચાલુ રહ્યો હતો. ગઈ કાલે ભારતે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવ્યા હતા. ભારતના 357 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રનમાં સમેટાઈ ગઈ હતી. આ શાનદાર જીત બદલ અમિત શાહ, યોગી આદિત્યનાથે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે , “પાકિસ્તાન સામે એશિયા કપમાં મેચ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. આપણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. આગામી મેચો માટે તેને શુભેચ્છાઓ.
Congratulations to the Indian cricket team for winning the Asia Cup match against Pakistan.
— Amit Shah (@AmitShah) September 11, 2023
Our players displayed a commendable performance in every aspect of the game. Best wishes to them for upcoming matches.#INDvsPAK pic.twitter.com/B5u7nDrWs5
સીએમ યોગીએ પાઠવ્યા અભિનંદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "આજે એશિયા કપ 2023માં અદભૂત અને ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન, સમગ્ર ટીમને અભિનંદન!" જય હિન્દ!''
एशिया कप 2023 में आज शानदार व ऐतिहासिक विजय हासिल करने के लिए भारतीय क्रिकेट टीम को बहुत-बहुत बधाई, पूरी टीम का अभिनंदन!
— Yogi Adityanath (@myogiadityanath) September 11, 2023
जय हिंद!🇮🇳
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
Superb batting & bowling. Well done team India!! 🇮🇳
— Akhilesh Yadav (@yadavakhilesh) September 11, 2023
सबसे 'विराट' विजय !
— Ashok Gehlot (@ashokgehlot51) September 11, 2023
विराट कोहली व के.एल राहुल की शानदार बल्लेबाजी व कुलदीप यादव की उम्दा गेंदबाजी से टीम इंडिया को मिली पाकिस्तान पर सबसे बड़ी जीत की हार्दिक बधाई।
भारतीय क्रिकेट टीम के इस शानदार प्रदर्शन से पूरे देश में नई तरंग और उमंग का संचार कर दिया है।
शानदार, जबरदस्त,… pic.twitter.com/dEXMlohKuK
સુરતમાં લોકોએ ફટાકડા ફોડ્યા
આ શાનદાર મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપે 25 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન અને કેએલ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, "અદ્ભુત જીત બદલ અભિનંદન." ભારતની જીતની ઉજવણી કરવા ગુજરાતના સુરતમાં લોકોએ ફટાકડા ફોડ્યા.