શોધખોળ કરો

પુતિનની ભારતીયોને મોટી ગિફ્ટ, વર્ષ 2025થી ભારતીયો માટે રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી

India Russia Realation: ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું

India Russia Realation: ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે, અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભારતીયો ઓગસ્ટ 2023થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જાહેર કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.

મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023 માં 60,000 થી વધુ ભારતીયોએ મૉસ્કોની મુલાકાત લીધી હતી, જે 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જાહેર કરવામાં આવ્યા હતા.

અત્યારે કયા દેશોને વિઝા ફ્રી એન્ટ્રી
રશિયા હાલમાં તેના વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હવે રશિયા પણ ભારત સાથે વિઝા ફ્રી ટ્રાવેલ પર વિચાર કરી રહ્યું છે.

ભારત રશિયાની દોસ્તીથી અમેરિકાને લાગ્યા મરચાં 
ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા હંમેશા નારાજ રહે છે. તાજેતરમાં નિક્કી હેલીએ કહ્યું હતું કે, ભારત રશિયા સાથે ભાગીદારી કરે છે કારણ કે તેને અમેરિકન નેતૃત્વ પર વિશ્વાસ નથી. હેલીએ કહ્યું, "ભારત અમારી સાથે ભાગીદાર બનવા માંગે છે. તેઓ રશિયા સાથે ભાગીદાર બનવા માંગતા નથી. સમસ્યા એ છે કે ભારતને અમારી જીત પર વિશ્વાસ નથી. તેમને અમારા નેતૃત્વ પર વિશ્વાસ નથી. તેઓ અમને નબળા માને છે.''

આ પણ વાંચો

જે મિસાઇલને બનાવવામાં ફેઇલ થયું અમેરિકા, ભારતે તેવી 3-3 Missile બનાવી લીધી, પાક-ચીન ટેન્શનમાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget