(Source: ECI/ABP News/ABP Majha)
Shopian Encounter: શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ
અધિકારીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરું કરી દીધું હતું. જેના પર સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરુ થઈ ગઈ હતી.
શોપિંયાં : જમ્મુ કાશ્મીરના શોપિયાં (Shopian) જિલ્લામાં ગુરુવારે સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આંતકીઓને ઠાર કર્યા હતા જ્યારે એક સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બાબા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળે (security force) તે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરું કરી દીધું હતું. જેના પર સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરુ થઈ ગઈ હતી. ગોળીબારમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
22 માર્ચે શોપિયામાં ચાર આતંકી થયા હતા ઠાર
આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં 22 માર્ચ (સોમવાર) ના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ મોડી રાત્રે જિલ્લાના મણિહાલ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી.
તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કરતા અથડામણ શરુ થઈ હતી. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પરંતુ તેઓએ ઈનકાર કરી દીધો હતો. તેના બાદ અથડામણમાં ચાર આતંકી માર્યા ગયા હતા.
નક્સલીઓએ બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને છોડી મૂક્યો, બીજાપુરમાં હુમલા બાદ બનાવ્યો હતો બંધક
મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા મુદ્દે શું કરી મોટી જાહેરાત ?